mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

એપ્રિલમાં દેશના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, જોવા મળશે શાનદાર નજારો

Updated: Mar 26th, 2024

એપ્રિલમાં દેશના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, જોવા મળશે શાનદાર નજારો 1 - image


Image Source: Wikipedia 

નવી દિલ્હી, તા. 26 માર્ચ 2024 મંગળવાર

માર્ચ-એપ્રિલથી ભારતમાં ઉનાળાની શરૂઆત થઈ જાય છે. એવી ગરમી જેનાથી રાહત મેળવવા માટે લોકો રજાઓ મળતા જ હિલ સ્ટેશન જવાનું પસંદ કરે છે. દિલ્હીની આસપાસ રહેતા લોકો તો ઉત્તરાખંડ અને હિમાચલ જ સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન લાગે છે પરંતુ આ જ કારણે આ સ્થળો પર સૌથી વધુ ભીડ પણ રહે છે અને જો ક્યાંક તમે પોતાના લોન્ગ વીકેન્ડમાં જવાનો પ્લાન કરી દીધો તો પછી ઘણા કલાક ટ્રાફિકમાં જ પસાર થવુ પડે છે અને આ દરમિયાન ત્યાં હોટલ પણ ફુલ રહે છે. જેના કારણે યોગ્ય રીતે એન્જોયમેન્ટ થતી નથી. 

એપ્રિલમાં દેશના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, જોવા મળશે શાનદાર નજારો 2 - image

કાશ્મીર

માર્ચ-એપ્રિલમાં કાશ્મીર જઈને લીલીછમ ખીણોનો નજારો જોઈ શકો છો. તેને કેમ ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે તેનો અંદાજો તમને ત્યાં જઈને જ આવી જશે. ચોમાસા સિવાય કાશ્મીર ફરવાનો તમે ગમે ત્યારે પ્લાન બનાવી શકો છો પરંતુ શિયાળામાં આ સ્થળ સંપૂર્ણ બરફથી ઢંકાયેલુ રહે છે. જેના કારણે ઘણી વખત ફરવાનું મુશ્કેલ થઈ જાય છે પરંતુ એપ્રિલ એકદમ બેસ્ટ છે. પહલગામ, ગુલમર્ગ, સોનમર્ગ જેવા ઘણા સ્થળો છે જ્યાંની સુંદરતા અદ્ભુત છે.

એપ્રિલમાં દેશના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, જોવા મળશે શાનદાર નજારો 3 - image

પંચમઢી

જો તમે હિલ સ્ટેશન્સ જ જવા ઈચ્છો છો પરંતુ જ્યાં ભીડ ન હોય અને રહેવાની અગવડ ન હોય તો મધ્યપ્રદેશના એકમાત્ર હિલ સ્ટેશન પંચમઢીનો પણ પ્લાન કરી શકો છો. સાતપુરાના પહાડ પર સ્થિત પંચમઢીના શિખરોથી દૂર સુધી હરિયાળીનો નજારો તમને મંત્રમુગ્ધ કરી દેશે. પંચમઢી જઈને તમને કુદરતની નજીક હોવાનો અહેસાસ થશે. પંચમઢીમાં તમને ઘણા વોટરફોલ્સ અને ગુફાઓ જોવા મળશે. જો તમે ટ્રેકિંગના શોખીન છો તો ત્યાં તેની પણ તક મળશે.

એપ્રિલમાં દેશના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, જોવા મળશે શાનદાર નજારો 4 - image

ઊટી

ઊટી માત્ર હનીમૂન ડેસ્ટિનેશન નથી પરંતુ ત્યાં તમે ફેમિલી કે ફ્રેન્ડ્સની સાથે જઈને પણ ધમાલ-મસ્તી કરી શકો છો. કુદરતી સુંદરતાથી ભરપૂર આ સ્થળ એડવેન્ચર લવર્સને પણ ખૂબ પસંદ આવશે. ઊટી ફરવાની સીઝન એપ્રિલથી જ શરૂ થાય છે. આમ તો ત્યાં ફરવાના સ્થળોની કોઈ અછત નથી પરંતુ ત્યાં ડોડ્ડાબોટ્ટા પીક અને ટાઈગર હિલ્સને જોવી જરૂરી છે. ત્યાં ચા ના બગીચાની ફોટોગ્રાફી પણ તમારી ટ્રિપને યાદગાર બનાવી દેશે.

એપ્રિલમાં દેશના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, જોવા મળશે શાનદાર નજારો 5 - image

મેઘાલય

મેઘાલય ફરવા માટે પણ એપ્રિલનો મહિનો બેસ્ટ છે જ્યાં વધુ ઠંડી કે ગરમી હોતી નથી. એડવેન્ચર અને નેચર લવર્સ માટે તો આ સ્થળ જન્ન છે. દર થોડા અંતરે તમને ધોધ જોવા મળી જશે. જોકે અમુક ધોધને જોવા માટે તમારે લાંબી ટ્રેકિંગ પણ કરવી પડી શકે છે પરંતુ તમને ત્યાં પહોંચીને અલગ જ નજારો જોવા મળે છે. આ સિવાય ત્યાં તમે વિશ્વનું સૌથી સ્વચ્છ ગામ જોઈ શકો છો.

Gujarat