FOLLOW US

ભગવાન ગણેશના નામ પર રાખો દીકરાનું યૂનિક નામ, મીનિંગ છે ખાસ, જુઓ લિસ્ટ

ગણેશ ચતુર્થીને ભગવાન ગણેશના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે

Updated: Sep 13th, 2023

Image:Pixabay

ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન ગણપતિનો જન્મદિવસ ઉજવવાની માન્યતા છે અને લોકો પોતાના ઘરમાં બાપ્પાની મૂર્તિ લાવી તેમની પૂજા કરે છે. હિન્દુ ધર્મમાં કોઈપણ પ્રસંગ હોય ભગવાન ગણેશની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે.જો તમારા ઘરમાં પુત્રે જન્મ લીધો છે તો તેનું નામ ભગવાન ગણેશના નામ પર રાખી શકો છે. આ યુનિક નામોના અર્થ પણ ખુબ ખાસ છે જે તમાર પુત્રની પર્સનાલીટી પર પણ ખાસ અસર નાખી શકે છે. અહિયાં આવા જ કેટલાંક યુનિક નામોની લિસ્ટ આપી છે. આ લિસ્ટમાંથી તમે તમારા પુત્ર માટે કોઈપણ નામ ખુબ જ આસાનીથી પસંદ કરી શકો છો.

બેબી બોય માટે યુનિક નામની લિસ્ટ

પ્રથમેશ:- સૌના વચ્ચે પ્રથમ આવનારા. ભગવાન ગણેશની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે.

અમિત:- અતુલનીય. ભગવાન ગણેશ સૌથી અલગ છે તેમની તુલના કોઈ સાથે ન કરી શકાય.

અવનીશ:- સંપૂર્ણ વિશ્વના પ્રભુ. જેમને આખું વિશ્વ પૂજે છે.

દેવવ્રત:- દરેકની તપસ્યાનો સ્વીકાર કરનાર. ભગવાન ગણેશ દરેકની તપસ્યાથી પ્રસન્ન થાય છે.

દૂર્જા:- અપરાજિત દેવ. એવા દેવતા જેમને હરાવવું ખુબ જ મુશ્કેલ છે.

નંદન:- ભગવાન શિવના પુત્ર. ભગવાન ગણેશ શિવજીના પુત્ર છે.

સિદ્ધાંત:- સફળતા અને સિદ્ધિઓના ગુરુ. ભગવાન ગણેશની પૂજા વિદ્યા અને બુદ્ધિ માટે કરવામાં આવે છે. જેથી સફળતા મળે.

પ્રમોદ:- આનંદ. હંમેશા આનંદમાં રહેનારા દેવતા.

તરુણ:- જેમની કોઈ ઉંમર નથી. ભગવાન ગણેશની ઉંમરની કોઈ ગણતરી નથી પરંતુ તેઓ માતા પાર્વતીના નાના પુત્ર તરીકે ઓળખાય છે.

વિનાયક:- સૌના ભગવાન. એ જે સૌના ભગવાન છે.

અદ્વૈત:- જે અનન્ય છે. ભગવાન ગણેશને દેવતાઓમાં સૌથી અલગ માનવામાં આવે છે.

અમેય:- જેની કોઈ સીમા નથી.

અનવ:- દયાળુ અને માનવતાથી ભરેલું હૃદય ધરાવનાર.

અન્મય:- જેને તોડી ન શકાય. જે વિપરીત પરિસ્થિતિમાં પણ મજબૂત રહે અને નિર્બળ ન બને.

અથર્વ:- જ્ઞાન અને બુદ્ધિના દેવતા. જેમની પાસે ખુબ જ્ઞાન હોય. ચાર વેદોમાંથી એક વેદનું નામ પણ અથર્વ છે.

Gujarat
English
Magazines