ક્રિસમસ- ન્યૂ યરે વિશ કરવા બનાવો પોતાના સ્ટિકર
ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ પર ઇમોજી મોકલવાની સ્ટાઈવ આમ તો હવે બહુ જૂની થઈ ગઈ છે. તેથી જ હવે વ્હોટસએપ નવા સ્ટિકર લઇને આવ્યું છે. આવા સ્ટિકર તો તમે દીવાળીમાં પણ જોયા હશે પણ તમને પોતાના સ્ટિકર બનાવતા આવડે છે ખરું?
શું તમને ખ્યાલ છે કે તમે પણ આવા સ્ટિકર પણ બનાવી શકો છો. જો આ ક્રિસમસ અને ન્યૂ યર પર તમે આવા સ્ટિકર બનાવવા માગતા હોય તો અમે તમને એની ટેકનિક શીખવાડીશું.
વ્હોટ્સએપે થોડાં મહિના પહેલાં જ સ્ટિકર ફિચર રોલઆઉટ કર્યું છે. ઘણાના ફોનમાં આ ફિચર આવી ગયું છે પણ જેમના ફોનમાં તે ના હોય તે પોતાનો ફોન અને વ્હોટસએપ અપડેટ કરી લે. જો તમે ગમતા ફોટો કે પોતાના ફોટોનું સ્ટિકર બનાવવા માગતા હોવ તો હવે સાવ સરળ છે.
ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ
જેમના ફોનમાં સ્ટિકરનું અપડેટ આવી ગયું હોય તે વ્હોટસએપ ચેટિંગમાં જાઓ. એ પછી ટેક્સ્ટ બોક્સમાં ડાબી તરફ આપેલા ઇમોજી આઈકોન પર ક્લિક કરો. તમને સ્ક્રીન પર ત્રણ વિકલ્પ દેખાશે. જેમાં ઇમોજી, બીજો જીઆઈએફ અને ત્રીજો સ્ટિકરનો હશે. ત્રીજા વિકલ્પ પર ક્લિક કરશો એટલે જમણી તરફ એક નાનકડું + આઈકન દેખાશે, એની પર ક્લિક કરો. તમને સ્ટિકર દેખાશે. એણાં સૌથી નીચે 'ગેટ મોર'ના ઓપ્શન પર ક્લિક કરો. એ પછી સ્ક્રીન પર ગૂગલ પ્લે સ્ટોર ખુલશે. એટલે તમારે Sticker Studio - Sticker Maker for WhatsApp પર ક્લિક કરવાનું.
એપનું આઇકન અલગ હશે
Sticker Studio - Sticker Maker for WhatsApp એપ પર આઇકન ફોન સ્ક્રીન પર અલગ દેખાશે એના પર ક્લિક કરો. એ પછી સ્ક્રીનની નીચે જમણી તરફ પ્લસનું આઈકન દેખાશે એને ક્લિક કરો. એ તમારી પાસે એક્સેસ માગે એટલે નવો ફોટો ચૂઝ કરીને કે ગેલેરીમાંથી કોઈ ફોટો સિલેક્ટ કરો. મનગમે તે રીતે ફોટો ક્રોપ કરી લો. ક્રોપ તમારા સ્ટિકર મુજબ હોય તેનું ધ્યાન રાખોય આ માટે તમે ગૂગલ પ્લે સ્ટોર એપ પર મુકેલો વીડિયો પણ જોઈ શકો છો. ક્રોપ કર્યાં પછી એને સેવ કરીને મિત્રોમાં શેર કરો.