Get The App

દિપિકા શીખવે છે કેવી રીતે જાળવવો પ્રેમ સંબંધ

Updated: Dec 25th, 2018

GS TEAM

Google News
Google News
દિપિકા શીખવે છે કેવી રીતે જાળવવો પ્રેમ સંબંધ 1 - image

સંબંધ મજબુત બને એ માટે પ્રેમ ઉપરાંત એકબીજા માટેનો રિસ્પેક્ટ પણ બહુ જરૂરી છે.  સામાન્ય માણસ હોય કે સેલિબ્રિટી દરેક સંબંધ મજબુત બનાવવ માટે પ્રયત્નો કરવા જ પડે છે. હવે દીપિકા રણવીરના લગ્ન થઇ ગયા છે પણ રિલેશનશિપ વખતે પણ સંબંધ કેળવાયેલો રહે તે માટેના પ્રયત્નો કરતી હતી. તેથી જ આજે આપણે ડીપી પાસેથી જાણીશું સંબંધ જાળવી રાખવાની ટિપ્સ...


પોતાની ભૂલ સ્વીકારો...

બેસ્ટ રિલેશન માટે પોતાની ભૂલ સ્વીકારવી બહુ જરૂરી હોય છે. જો તમારી ભૂલ હોવાછતા તમે પાર્ટનરને નીચો બતાવો તો એનાથી તમારો સંબંધ નબળો પડી શકે છે. પરંતુ જો તમે ભૂલ સ્વીકારી લેશો તો પાર્ટનરની નજરમાં તમારી કિંમત ઓર વધી જશે.

પાર્ટનરને સમજો

પરસ્પરની સમજણ સંબંધને મજબુત બનાવે છે. જો તમે પાર્ટનરની વાતને સમજશો તો એના મનમાં તમારા માટે પ્રેમ વધશે અને એને સમજાઈ જશે કે તમારાથી સારું કોઈ બીજું હોઇ જ ના શકે.

પાર્ટનરને રિસ્પેક્ટ આપો

સંબંધમાં પ્રેમ કરતાં વધારે રિસ્પેક્ટની જરૂર હોય છે. જો તમે તમારા પાર્ટનરને સન્માન નહીં આપો તો સંબંધમાં તિરાડ પડી શકે છે. કદાચ પાર્ટનરને એવું પણ લાગે કે તેણે તમને પ્રેમ કરીને કોઈ મોટી ભૂલ કરી દીધી છે.

સરપ્રાઈઝ આપતા રહો

પ્રેમને જાળવી રાખવા માટે દરેક ખાસ પ્રસંગે પાર્ટનરને સરપ્રાઈઝ આપતાં રહેવું જોઈએ. એવી કોઈ વસ્તુ આપો જે  એને બહુ ગમતી હોય અને એમને તમારી સાથે હોવાનો ગર્વ હોય.