Get The App

પૂરતી ઊંઘ નથી? તો આરોગ્ય જ નહીં સંબંધોમાં પણ ખરાબ અસર થશે, જાણો ઊંઘ કેટલી જરૂરી

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
Lack of Sleep


Lack of Sleep: બદલાતી લાઇફસ્ટાઇલમાં આપણે ઘણીવાર આપણી ઊંઘ પર ધ્યાન આપતા નથી. આપણામાંથી ઘણા લોકો દિવસમાં 7 કલાકથી ઓછી ઊંઘ લે છે. આ ફક્ત આપણા શારીરિક જ નહીં પણ આપણા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. ઊંઘ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે આપણને પૂરતી ઊંઘ નથી મળતી, ત્યારે તે આપણા શરીરના દરેક ભાગને અસર કરે છે. આ ઉપરાંત ઓછી ઊંઘ સંબંધોને પણ અસર કરે છે.  

જ્યારે તમને પૂરતી ઊંઘ નથી મળતી, ત્યારે તમને ઘણી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેમ કે નાની નાની બાબતોમાં ગુસ્સો આવવો અને ચીડિયાપણું આવી જવું. આ ઉપરાંત મૂડ સ્વિંગ પણ વધુ થઈ શકે છે. એટલું જ નહીં, ઊંઘનો અભાવ તમારા સંબંધોને પણ અસર કરી શકે છે, તેથી તમારે તમારી ઊંઘ અને સંબંધો વચ્ચે યોગ્ય સંતુલન બનાવવા વિશે વિચારવું જોઈએ.

સ્વાસ્થ્ય માટે ઊંઘ કેમ મહત્ત્વપૂર્ણ છે?

ઊંઘ શરીર માટે ખોરાક અને પાણી જેટલી જ મહત્ત્વપૂર્ણ છે. ઊંઘ દરમિયાન આપણું શરીર પોતાને સ્વસ્થ કરે છે. વ્યક્તિને કેટલી ઊંઘની જરૂર છે તે તેની ઉંમર અને સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. પરંતુ યુએસ હેલ્થ એજન્સી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ હેલ્થ અનુસાર, કોઈપણ પુખ્ત વયના લોકોએ રાત્રે 7થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ.

ચીડિયાપણું વધવું

ઊંઘનો અભાવ ચીડિયાપણું અને મૂડ સ્વિંગ વધારી શકે છે, જે નાની નાની બાબતોમાં તમારા જીવનસાથી વચ્ચે દલીલો વધારે છે. જેના કારણે સંબંધોને નકારાત્મક અસર કરી શકે છે.

ઇમોશનલ કનેક્શનમાં ઘટાડો

ઊંઘનો અભાવ ઇમોશનલ કનેક્શનને અસર કરે છે, જેના કારણે પાર્ટનર માટે એકબીજા સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા રહેવાનું મુશ્કેલ બને છે. ઊંઘનો અભાવ તમારા સંબંધની સમજણ પર નકારાત્મક અસર કરે છે.

આ પણ વાંચો: ચોમાસામાં ઘરમાં રાખેલા છોડ માટે અપનાવો આ 5 ટિપ્સ, નહીંતર ફંગલ ઈન્ફેક્શનનો ખતરો

ઓછી ઊંઘની સમસ્યાથી કેમ બચવું?

- દરરોજ એક જ સમયે સૂવાનો અને જાગવાનો પ્રયાસ કરો

- સૂતાં પહેલા શાંત વાતાવરણ બનાવો

- બેડરૂમને અંધારું, શાંત અને ઠંડો રાખો

- સૂતા પહેલા કેફીન કે આલ્કોહોલ લેવાનું ટાળો, તે ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે

- નિયમિત કસરત કરવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો કરી શકાય છે

- સૂતાં પહેલા મોબાઇલ કે લેપટોપનો ઉપયોગ ટાળો. 

પૂરતી ઊંઘ નથી? તો આરોગ્ય જ નહીં સંબંધોમાં પણ ખરાબ અસર થશે, જાણો ઊંઘ કેટલી જરૂરી 2 - image

Tags :