Get The App

ડાર્ક સર્કલ 7 દિવસમાં થઈ જશે દૂર, અજમાવો આ ખાસ ઉપાય

Updated: May 16th, 2019

GS TEAM

Google News
Google News
ડાર્ક સર્કલ 7 દિવસમાં થઈ જશે દૂર, અજમાવો આ ખાસ ઉપાય 1 - image


અમદાવાદ, 16 મે 2019, ગુરુવાર

આંખની આસપાસ કાળા કુંડાળા થઈ જાય તો ચહેરાની સુંદરતા ઝાંખી પડી જાય છે. ડાર્ક સર્કલ ચહેરાની ઉંમર પણ વધારે દે છે. અનિયમિત જીવનશૈલીના કારણે મોટાભાગના લોકોને ડાર્ક સર્કલ થઈ જતા હોય છે. ચશ્મા પહેરવાથી, અપુરતી ઊંઘ, માનસિક ચિંતા તેમજ ખોરાકમાં પોષણનો અભાવ ડાર્ક સર્કલ  વધારે છે. આ સમસ્યા જેટલી ઝડપથી થાય છે તેટલી જ ઝડપથી તેને મટાડી પણ શકાય છે. જી હાં આજે તમને જાણવા મળશે એવી બ્યૂટી ટીપ્સ વિશે જે ડાર્ક સર્કલને 7 દિવસમાં જ દૂર કરી દેશે.

બ્રેડ

બ્રેડને હુંફાળા દૂધમાં પલાળી દો, તેમાં બદામનું તેલ અને એલોવેરાની પેસ્ટ ઉમેરી આ મિશ્રણને એક મુલાયમ કપડામાં રાખી આંખ પર 15 મિનિટ સુધી રાખો. આ ઉપાય સપ્તાહમાં 3 વાર કરવાથી ડાર્ક સર્કલ અને આંખ આસપાસની કરચલીયો પણ દૂર થાય છે. 

એએચએ ક્રીમ

એએચએ ક્રીમ એટલે કે હાઈડ્રોક્સી એસિડ ક્રીમ. આ ક્રીમમાં ફળમાંથી કાઢેલા એસિડ હોય છે જે ત્વચા પર થતા ડાર્ક સર્કલને દૂર કરે છે. રોજ રાત્રે ચહેરો બરાબર સાફ કરી અને આ ક્રીમ લગાવવી. આ ક્રીમ મસાજ કરતાં કરતાં લગાવવી. 

આ ઉપાયો કરવાની સાથે ખાસ ધ્યાન રાખવું કે તમે તડકામાં બહાર જાઓ ત્યારે સનગ્લાસીસ ખાસ પહેરવા. 


Tags :