Get The App

બેગ, ડબ્બા, પર્સની સાથે આવતું આ પેકેટ છે કામની વસ્તુ, થાય છે અઢળક લાભ

Updated: May 20th, 2019

GS TEAM

Google News
Google News
બેગ, ડબ્બા, પર્સની સાથે આવતું આ પેકેટ છે કામની વસ્તુ, થાય છે અઢળક લાભ 1 - image


નવી દિલ્હી, 20 મે 2019, સોમવાર

બજારમાં એવો સામાન મળતો હોય છે જેમાં સફેદ રંગનું નાનકડું પેકેટ હોય છે. આ પેકેટમાં નાના નાના દાણા ભરેલા હોય છે. સામાન્ય રીતે આ પેકેટને લોકો ફેંકી દેતા હોય છે કારણ કે તેઓ તેના ઉપયોગથી અજાણ હોય છે. આ પેકેટને સિલિકા જેલ કહેવામાં આવે છે. લોકો તેને ઘાતક કેમિકલ સમજી અને ફેંકી દેતા હોય છે. દેખાવમાં સફેદ ખાંડના દાણા જેવી દેખાતી આ વસ્તુ શા માટે દરેક સામાનમાં મુકવામાં આવે છે તેનાથી પણ લોકો અજાણ હોય છે. તો ચાલો સૌથી પહેલા તો તમને એ જણાવીએ કે સિલિકા જેલને શા માટે લોકો સામાનમાં રાખે છે. 

સિલિકા જેલ ભેજ સોશી લેવાનું કામ કરે છે. તેના પર સૂચના લખેલી હોય છે કે બાળકોથી તેને દૂર રાખો પરંતુ આ પેકેટને તમે એકઠા કરી રાખી શકો છો. કારણ કે આ જેલ ખૂબ કામની વસ્તુ છે. તો ચાલો હવે જાણી લો સિલિકા જેલ તમને કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે. 

1. મહત્વની ફાઈલ અને દસ્તાવેજમાં ભેજ ન લાગે તે માટે આ પેકેટને તેની સાથે રાખી દેવું જોઈએ. આ પેકેટ રાખવાથી કાગળ ખરાબ થશે નહીં.

2. મોબાઈલમાં પાણી પડી જાય કે વરસાદમાં અચાનક પલળી જાય તો ફોનની બેટરી કાઢી અને તેને સાફ કરી તેની સાથે એક સિલીકા પેકેટ રાખી દેવું. તેનાથી ફોન ભેજના કારણે ખરાબ થશે નહીં.

3. સિલિકાને ઈલેકટ્રોનિક સામાન સાથે પણ રાખી શકાય છે. આમ કરવાથી આ સામાનમાં કાટ લાગશે નહીં.

4. સિલિકાને ડ્રાઈ ફ્રૂટ્સ, મસાલા, દાળ, જેવી બાર માસ ભરતા હોય તેવી વસ્તુઓ સાથે પણ રાખી શકાય છે. તેનાથી વસ્તુઓ લાંબા સમય સુધી ફ્રેશ રહેશે અને તેમાં ભેજ નહીં લાગે.

5. ફોટોના આલ્બમમાં ભેજ લાગવાથી ફોટા ખરાબ થઈ જતા હોય છે. આમ થવા ન દેવું હોય તો આલ્બમમાં સિલિકા જેલનું પાઉચ રાખી દેવું. 



Tags :