અરેન્જ મેરેજ કરો, પણ ના કરશો આ ભૂલો
ભારત સંસ્કાર અને સભ્યતાનો દેશ ગણાય છે. તેથી અહી લગ્નના પણ અનેક રીતિ રિવાજો જોવા મળે છે. લગ્ન અરેન્જ હોય કે લવ અરેન્જ, દરેકમાં રસમો તો થાય છે. જો તમે પોતાના માટે જીવનસાથી શોધી લીધો તો ઠીક છે નહીં તો ઘરના વડિલો તમારા માટે પાત્ર પસંદ કરે તે અહીની પરંપરા છે. આવામાં જો તમે અરેન્જ મેરેજ કરતાં હોવ તો અજાણ્યા પાત્રને આજીવન સાથી બનાવતાં પહેલા તમારે કેટલીક વાતો જાણી લેવી જોઈએ.
1. સમય-સીમા નક્કી કરો-
પરિવારજનો લગ્ન પાક્કા કરે એટલે તરત જ લગ્ન કરી લેવા રેડી ના થઇ જાઓ. લગ્ન પહેલા થનારા સાથી સાથે કેટલોક સમય પસાર કરીને એને અને એના પરિવારને જાણો. આમ તમે બંને અને તમારા પરિવાર એકબીજાથી પરિચિત થઇને યોગ્ય નિર્ણય લઇ શકશો.
2. કશું છુપાવશો નહીં
લગ્ન પહેલા તમારા કોઈની સાથે રિલેશન રહ્યાં હોય તો થનારા જીવનસાથીને એ વિશે જાણ કરી દો. આવનારું જીવન સુખેથી વીતે એ માટે જરૂરી છે કે તમે થનારા પાર્ટનરથી કશું ના છુપાવો.
3. આર્થિક ભાગીદારી
લગ્ન પહેલા પાર્ટનરની સેલેરી જાણી લેવી અને પોતાની ઇન્કમ જણાવી દેવી જોઈએ. આવી વાતોથી સંબંધમાં સમજદારી આવે છે.
4. પરિવાર સાથે સમય વીતાવો -
જેની સાથે લગ્ન થવાના હોય એના પરિવાર સાથે થોડો સમય જરૂર પસાર કરો. લગ્ન બે પરિવારોને જોડે છે. તેથી બંનેએ એકબીજાના પરિવારને સમજવા માટે આવો ક્વોલિટી ટાઈમ આપવો જોઈએ.
5. પોતાની ઇચ્છાઓ જરૂર જણાવો
તમારા મનમાં કોઈ વાત કે ઇચ્છા હોય તો એ પાર્ટનરને પહેલાથી જ જણાવી દો. એ વાત ખાસ કહો કે લગ્ન પછી તમારી શું ઇચ્છો છો. ક્યાંય ફરવા જવા માગો છો અથવા કંઇ નવું કામ કરવા માગો છો. આવી વાતો મોકળાશથી કરશો તો લગ્ન પછી પાર્ટનર સાથે સેટલ થવામાં ઇઝી પડશે.