ઔષધીય ગુણોથી ભરપુર છે આ પમ્પકીન, જાણો તેની વિશેષતાઓ
વારાણસી, 22 જાન્યુઆરી 2020, બુધવાર
કાશીના શુભાંગી કે પમ્પકીન અઢળક ઔષધિય ગુણ ધરાવે છે, તે સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે. વારાણસીના ખેડૂતોને તો આ ફળ આર્થિક રીતે સદ્ધર પણ બનાવે છે. તેનું સેવન કરવાથી હાઈડીસીઝ રિસ્ક, બીપી, સ્થૂળતા ઘટે છે.
આ ફળની ખેતી પણ લાભકારી છે. આ ખેતીથી 70 દિવસ સુધી ફળ મળે છે. આ ફળ પણ એવું છે જેમાં દરેક પ્રકારના વિટામિન તેમજ ખનીજ તત્વ હોય છે. તેમાં મુખ્ય છે વિટામિન એ, વિટામીન સી તેમજ પોટૈગ્રાયમ તેમજ ફોસ્ફરસ.
આ ફળની ખેતી માટે સૌથી પહેલા ખેતરને સારી રીતે ખેડી લેવું. ખેતરમાં 4,5 વખત ઊંડી જુતાઈ કરવી. તૈયાર થયેલા ખેતરમાં નક્કી કરેલી દૂરી પર બીજ વાવો. ખેતી માટે 35,45 કિલો બીજ પ્રતિ હેક્ટર વાવો. બીજ વાવી દવાનો છંટકાવ કરો.
ખેતરમાં યોગ્ય ભેજ હોય તો વાવેતર પછી થોડું જ પાણી આપવું. તેનાથી બીજ સારી રીતે ઉગી જશે. ત્યારબાદ 10 કે 15 દિવસે સિંચાઈ કરો. જ્યારે પાક તૈયાર થઈ જાય છે ત્યારે એક ફળ 800થી 900 કિલોનું તૈયાર થઈ જશે. એક છોડમાંથી સરેરાશ 8થી 10 ફળ મળશે. તે પ્રમાણે જોઈએ તો એક હેક્ટરમાં 7000થી વધુ છોડ લાગશે અને તેનાથી આવક પણ સારા પ્રમાણમાં થશે.