International Yoga Day 2021 : માઇગ્રેનના દુખાવાને મેનેજ કરવામાં ફાયદાકારક રહેશે આ યોગાસન..!
નવી દિલ્હી, તા. 19 જૂન 2021, શનિવાર
દર વર્ષે 21 જૂનના દિવસે ઇન્ટરનેશનલ યોગા દિવસ મનાવવામાં આવે છે. સામાન્ય લોકો માટે માઇગ્રેન એક પ્રકારનો માથાનો દુખાવો હોઇ શકે છે પરંતુ તેનાથી પીડિત વ્યક્તિ માટે આ કોઇ ખરાબ સપના બરાબર હોય છે. ધબકતો દુખાવો મોટાભાગે માથાની એક બાજુ ફીલ થાય છે જેને સહન કરવું હકીકતમાં ઘણું મુશ્કેલ હોઇ શકે છે. માઇગ્રેન મોટાભાગે ઉબકા, ઝાંખી દ્રષ્ટિ, અથવા સ્મેલ, પ્રકાશ અથવા ધ્વનિ પ્રત્યે વધુ સંવેદનશીલતાની સાથે થાય છે. સામાન્ય માથાના દુખાવાથી વિપરીત, આ દુખાવો થોડીકવારમાં દૂર નથી થતો. પરંતુ, માઇગ્રેનના એપિસોડ કલાકો સુધી રહી શકે છે અને ક્યારેક-ક્યારેક કોઇ વ્યક્તિને ઠીક થવામાં કેટલાય દિવસ લાગી શકે છે. જ્યારે કેટલીય અલગ-અલગ દવાઓ છે જે માઇગ્રેનના તીવ્ર દુખાવાથી રાહત આપી શકે છે, પરંતુ કેટલાજ યોગાસન માઇગ્રેનના દુખાવાથી રાહત અપાવવામાં તમારી મદદ કરી શકે છે.
માઇગ્રેનમાં યોગ કેવી રીતે મદદ કરે છે?
આપણે બધા જાણીએ છીએ કે માઇગ્રેનની કોઇ અચૂક સારવાર નથી. તમે માત્ર દવાઓ પર વિશ્વાસ કરી શકો છો અને લક્ષણોને ઘટાડવા માટે કેટલીક હેલ્ધી લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરી શકો છો. માઇગ્રેન મોટાભાગે અલગ-અલગ વસ્તુઓથી શરૂ થાય છે અને તણાવ તેમાંથી એક છે. યોગાસન સ્ટ્રેસ લેવલને મેનેજ કરવામાં મદદ કરે છે, જેનાથી લક્ષણોમાં ઘટાડો થાય છે.
જાણો, કેટલાક એવા યોગાસન વિશે જે તમને સ્ટ્રેસ લેવલ મેનેજ કરવામાં તમારી મદદ કરી શકશે.
1. પદ્માસન
સ્ટેપ 1 :- જમીન પર એક ક્રોસ લેગ્ડ સ્થિતિમાં બેસો (એક પગ પર બીજો પગ ક્રોસ કરીને બેસો). કરોડરજ્જૂ ટટ્ટાર રાખો.
સ્ટેપ 2 :- પોતાના બંને હાથને જ્ઞાન મુદ્રામાં રાખો (હાથનો અંગૂઠો અને તર્જનીને સ્પર્શ કરીને એક ગોળાકાર શેપ બનાઓ) અને હાથને પોતાના ઘૂંટણ પર રાખો.
સ્ટેપ 3 :- આ મુદ્રામાં થોડીક મિનિટો માટે શ્વાસ અંદર-બહાર કરો. આ આસન બીજા પગને ઉપર તરફ વાળીને એટલે કે ક્રોસ લેગ્ડ ચેન્જ કરીને ફરીથી કરો.
2. બાલાસન
સ્ટેપ 1 :- યોગ કરવાની શેતરંજી પર ઘૂંટણના સહારે બેસી જાઓ. હાથને તમારી તરફ રાખો.
સ્ટેપ 2 :- પગની આંગળીઓ એકસાથે રાખો અને ઘૂંટણોને એકબીજાથી થોડાક અલગ રાખો.
સ્ટેપ 3 :- શ્વાસ છોડો અને તે સમયે પોતાના ધડને આગળની તરફ નમાવો, અને પોતાના પેટને પોતાની થાઇસ પર રાખો.
સ્ટેપ 4 :- તમારું માથું શેતરંજીને સ્પર્શ થવું જોઇએ. હવે બંને હાથને શેતરંજીને સ્પર્શે તેવી રીતે આગળની બાજુએ લંબાવો.
સ્ટેપ 5 :- 4-5 વાર શ્વાસની પ્રક્રિયા કરો અને ફરીથી પ્રારંભિક સ્થિતિમાં આવી જાઓ.
3. શવાસન
સ્ટેપ -1 :- પોતાની પીઠબળે આરામથી સૂઇ જાઓ અને આંખો બંધ કરી લો.
સ્ટેપ - 2 :- તમારા હાથ અને પગ એકબીજાથી અલગ અને આરામની મુદ્રામાં હોવા જોઇએ.
સ્ટેપ - 3 :- નાસિકા છિદ્રથી ધીમે-ધીમે શ્વાસ લો અને પોતાના પગની આંગળીઓથી શરૂ કરીને પોતાના શરીરના દરેક અંગ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો..
સ્ટેપ - 4 :- શ્વાસ છોડો અને આરામ કરો.