For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દરરોજની રસોઈમાંથી મુક્‍તિ: આ મહિલાએ 8 મહિનાનું એક સાથે ભોજન તૈયાર કર્યું, જાણો અનોખી પદ્ધતિ અંગે

Updated: Aug 27th, 2022


-  કેલ્‍સીએ રસોડામાં કુલ 426 પ્રકારની ખાદ્ય સામગ્રી તૈયાર કરી છે તે અથાણાંથી લઈને માંસ સુધીની દરેક વસ્‍તુને લાંબા સમય સુધી સાચવી શકે છે

નવી દિલ્હી, તા. 27 ઓગષ્ટ 2022, શનિવાર

આજના આધુનિક યુગમાં લોકો તાજો ખોરાક ખાવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ પણ મૂડ પ્રમાણે 

બદલાય છે પરંતુ એક મહિલાએ ગજબ કરી દીધું છે. હકીકતમાં આ મહિલાએ આગામી 8 મહિના માટે માત્ર પોતાના માટે જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવાર માટે ભોજન તૈયાર કર્યું હતું એટલે કે તેણે દરરોજની રસોઈમાંથી મુક્તિ મળી હતી.

આ 30 વર્ષની મહિલાનું નામ કેલ્સી શો છે અને તે અમેરિકાના ઈન્ડિયાનાની રહેવાસી છે. કેલ્સીએ આગામી 8 મહિના માટે સવારનો નાસ્તો, લંચ અને રાત્રિભોજન તૈયાર કરીને સ્ટોક કર્યું છે. હવે ઘરમાં કોઈ પણ સભ્યોને ભૂખ લાગે છે તો માત્ર ખાવાનું બહાર કાઢીને ગરમ કરીને ખાવું પડશે.

એક અહેવાલ અનુસાર, ત્રણ બાળકોની માતા કેલ્‍સી શોએ પોતાના કિચનને ઘર પર ઉગાડેલા તૈયાર તાજા શાકભાજીથી ભરી દીધું છે. આ સાથે પહેલેથી જ તૈયાર ખોરાક, રાઈસ અને પાસ્‍તાનો પણ સંગ્રહ કરવામાં આવ્‍યો છે. કેલ્‍સીએ રસોડામાં કુલ 426 પ્રકારની ખાદ્ય સામગ્રી તૈયાર કરી છે. જે પોતાના પરિવાર સાથે આગામી 8 મહિના સુધી ખાશે.

કેલ્‍સીએ જણાવ્યું હતું કે, તે તમામ વસ્તુને સ્ટોક કેવી રીતે કરવું એ શીખી ગઈ છે. તે અથાણાંથી લઈને માંસ સુધીની દરેક વસ્‍તુને લાંબા સમય સુધી સાચવી શકે છે. તે ખોરાકને પ્રિજર્વ કરવા માટે ૩ મહિનાનો સમય લે છે બાદમાં તે આગામી 8 મહિના સુધી રસોઈમાંથી મુક્તિ મેળવે છે.  

કેલ્સી બહારનો ખોરાક ખાવા માંગતી નથી. તેથી તેણે ખોરાક પ્રિજર્વ (સાચવવું) કરવાનું શરૂ કર્યું છે. સાથે જ તેનો પરિવાર આખા વર્ષ દરમિયાન ઘરેલું ખોરાક ખાઈ શકશે અને તેમના પૈસાની પણ બચત થશે. કેલ્‍સીનો પરિવાર ઉનાળા દરમિયાન ઘરમાં ઉગાડવામાં આવેલી તાજી વસ્‍તુઓ ખાય છે. તે જ સમયે શિયાળામાં આ વસ્તુઓનો સંગ્રહ કરીને ખાય છે.

 કેલ્‍સી કહેવું છે કે, તે તેના બગીચામાં લગભગ બે કલાક વિતાવે છે. ત્‍યાં તેઓ શાકભાજી, ફળ વગેરે ઉગાડે છે. બાળકો પણ તેમની સાથે પ્રકળતિની નજીક રહે છે. તેમનું જીવન સંપૂર્ણપણે ઓર્ગેનિક ફૂડ પર આધારિત છે. તેણે પુસ્‍તકોમાંથી શીખીને અને ઓનલાઈન વીડિયો જોઈને ખોરાક સાચવવાનું શરૂ કર્યું હતું.


Gujarat