નેકલાઈન મુજબ પસંદ કરો તમારો નેકલેસ
ભાગ્યે જ એવી કોઈ છોકરી હશે જે પોતાના લુકને લઇને સાવચેત નહીં હોય. આઉટફીટથી લઇને ઘરેણાં અને મેકઅપમાં તેઓ પૂરતુ ઘ્યાન આપે છે. તેથી જ કોઈપણ ફંક્શનમાં જતાં પહેલાં તેઓ કેવાં ઘરેણાં સારા લાગશે એનું વિશેષ ધ્યાન રાખે છે.
ઘણી છોકરીઓ સ્ટાઇલિશ લુક માટે ફેશન ટ્રેન્ડવાળી જ્વેલરીને પસંદ કરે છે. આજે આપણે જાણીશું કે તમારે પાર્ટીમાં આકર્ષક દેખાવું હોય તો હાઈ નેક આઉટફીટ સાથે એવો ચોકર પહેરો જે કાં તો તમારી નેકલાઈનની ઉપર સુધી આવતો હોય અથવા તો પછી ડ્રેસની ઉપર આવતો હોય. આનાથી તમારો લુક પણ હેવી લાગશે.
આજકાલ આમપણ હાઈ નેક ઇનટ્રેન્ડ છે. જો તમે પણ ઓફિસની પાર્ટીમાં કોલરવાળો શર્ટ ટ્રાય કરવાના હોવ તો એની સાથે મલ્ટી લેયર નેકલેસ સારો લાગશે અને તમારા પ્રોફેશનલ લુકને વધારે એટ્રેક્ટિવ બનાવશે, આ સિવાય ઓપન રાઉન્ડ શેપ નેકલાઈનવાળા કૂર્તાની સાથે પેન્ડેન્ટવાળો સિલ્વર નેકપીસ બહુ જ સુંદર લાગશે.
સાડી પહેરવાનું પ્લાનિંગ હોય તો એની સાથે લટકણવાળા ચોકર પહેરો. વી નેકનો ડ્રેસ હોય તો લેયર્ડ નેકપીસ ટ્રાય કરી શકાય.