Get The App

દેશી સ્ટાર્ટઅપે બનાવી પેમેન્ટ કરનારી સ્માર્ટ રિંગ, સામાન્યથી અલગ લાગતી આ રિંગ હેલ્થમાં પણ ઉપયોગી

હેલ્થ તેમજ બીજી ફિટનેસ એક્ટિવિટીને ટ્રેક કરી શકે છે

ભારતમાં આ રિંગ 25 ઓક્ટોમ્બરે લોન્ચ કરવામાં આવશે.

Updated: Sep 2nd, 2023


Google NewsGoogle News
દેશી સ્ટાર્ટઅપે બનાવી પેમેન્ટ કરનારી સ્માર્ટ રિંગ, સામાન્યથી અલગ લાગતી આ રિંગ હેલ્થમાં પણ ઉપયોગી 1 - image
Image Twitter 

તા. 2 સપ્ટેમ્બર 2023, શનિવાર

સ્માર્ટ રિંગ ભારતમાં ખૂબ ઝડપથી પોપ્યુલર થઈ રહી છે. Noise અને baAt પછી IIT મદ્રાસથી શરુ કરવામાં આવેલ એર સ્ટાર્ટ-અપમાં સ્માર્ટ રિંગ બનાવી છે. પરંતુ આ રિંગ બીજી અન્ય સ્માર્ટ રિંગથી બિલકુલ અલગ છે. 

આ સ્માર્ટ રિંગથી થઈ શકે છે પેમેન્ટ

હા આ વાત સાચી છે કે આ સ્માર્ટ રિંગથી તમે પેમેન્ટ પણ કરી શકો છો. આ ઉપરાંત હેલ્થ તેમજ બીજી ફિટનેસ એક્ટિવિટીને ટ્રેક કરી શકે છે. તો આ સ્માર્ટ રિંગ દ્વારા તમે ફિટનેસની સાથે સાથે પેમેન્ટ પણ કરી શકો છો. 

ભારતમાં થઈ છે તૈયાર આ સ્માર્ટ રિંગ

આ સ્માર્ટ રિંગને Muse એ તૈયાર કરી છે, સ્ટાર્ટઅપનો દાવો છે કે આ ટેકનોલોજી વિયરેબલ માર્કેટને બદલી નાખશે. Muse પોતાની સ્માર્ટ રિંગ અને સ્માર્ટ વોચને ભારતમાં લોકલ પ્રોડ્યુસ કરે છે. 

ક્યારે થશે લોન્ચ..

કંપનીએ કહ્યુ કે આ રિંગને માસ પ્રોડક્શન માટે મોકલવામાં આવી છે, તેને વૈશ્વિક રીકે 27 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે. ભારતમાં આ રિંગ 25 ઓક્ટોમ્બરે લોન્ચ કરવામાં આવશે.

30 ટકા ડિસ્કાઉન્ટમાં મળશે

આ સ્માર્ટ રિંગ ખરીદવા માટે તમારે તેની અધિકૃત વેબસાઈટ પર જઈ પ્રી-રિજર્વ કરી શકો છો. કંપનીનું કહેવું છે કે પ્રી-બુક કરનારા યુજર્સને 30 ટકા ડિસ્કાઉન્ટ મળશે. 

4 સેકન્ડમાં થઈ જશે પેમેન્ટ

સ્માર્ટ રિંગની મદદથી માત્ર 4 સેકન્ડમાં જ પેમેન્ટ થઈ જશે. આ રિંગ માત્ર પેમેન્ટ જ કરી શકે છે તેવુ નથી પરંતુ તેનો ઉપયોગ ફિટનેસ ટ્રેકિંગમાં પણ કરી શકાય છે. આ ઉપરાંત હાર્ટ રેટ, SpO2,ટેમ્પરેચર, બ્લડ પ્રેશર સહિત 6 પ્રકારના હેલ્થ બાબતે સુવિધા મળી શકે છે. 


Google NewsGoogle News