Get The App

હોળી રમતા રમતાં આંખમાં રંગ પડી જાય તો 5 રીત અપનાવો, તાત્કાલિક રાહત મળશે

Updated: Mar 13th, 2025


Google News
Google News
હોળી રમતા રમતાં આંખમાં રંગ પડી જાય તો 5 રીત અપનાવો, તાત્કાલિક રાહત મળશે 1 - image


Image: Freepik

How to Protect Eyes in Holi: હોળીનો તહેવાર રંગો અને ખુશીઓથી ભરેલો હોય છે. આ દિવસે લોકો રંગ અને ગુલાલ ખૂબ રમે છે. જોકે, આજના સમયે માર્કેટમાં રંગ અને ગુલાલ કેમિકલ વાળા હોય છે. દરમિયાન ઘણી વખત રંગ રમતી વખતે કેમિકલ વાળો રંગ આંખોમાં જતો રહે છે, જેનાથી ખૂબ બળતરા અને અસ્વસ્થતા અનુભવાય છે.

હોળી પર આંખોમાં કલર જતો રહે તો શું કરવું?

જો તમે પણ હોળીના દિવસે રંગોથી હોળી રમો છો અને કોઈ કારણે તમારી આંખોમાં પણ રંગ અને ગુલાલ જતો રહે તો તમે ગભરાશો નહીં. તમે અનેક રીત અપનાવી તેને સરળતાથી ઠીક કરી શકો છો. 

આંખોને સ્વચ્છ પાણીથી સાફ કરો

હોળી રમતી વખતે જો તમારી આંખોમાં રંગ કે પછી ગુલાલ જતો રહે તો તમે પોતાની આંખોને સૌથી પહેલા સાફ અને તાજા પાણીથી સ્વચ્છ કરો. તમે તેના માટે ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આંખોમાં રંગો ગયા બાદ બળતરા થવા લાગે છે અને ઠંડા પાણીનો ઉપયોગ આ બળતરાને શાંત કરે છે. જોકે, આ દરમિયાન તમારે સાવધાન રહેવાની પણ જરૂર છે. તમારે આંખોને મસળવી જોઈએ નહીં, નહીંતર સમસ્યા વધી શકે છે.

ગુલાબ જળનો ઉપયોગ કરો

આંખોમાં જો રંગ જતો રહે તો તમે આ દરમિયાન ગુલાબ જળનો ઉપયોગ કરી શકો છો. ગુલાબ જળના ઉપયોગથી આંખોમાં થનાર બળતરા શાંત થઈ જશે. તમે તેનો ઉપયોગ રૂ માં ગુલાબ જળને પલાળીને પણ કરી શકો છો.

આ પણ વાંચો: હોળીમાં દારૂ પીને કે નશો કરીને માહોલ બગાડનારા હિરણ્યકશ્યપની જાતિના: પ્રેમાનંદ મહારાજ

એલોવેરા જેલનો ઉપયોગ કરો

આંખોમાં રંગ ગયા બાદ ઘણી વખત આસપાસના અંગોમાં બળતરા અને ખંજવાળ થવા લાગે છે. આ દરમિયાન તમે ઠંડી મલાઈ કે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. જે આંખોમાં થતા બળતરાને પણ ઓછા કરશે.

આંખ પર ખીરાના ટુકડા મૂકો 

ખીરાથી પણ આંખોમાં થતા બળતરાની સમસ્યાને ઘટાડી શકાય છે. ખીરામાં ઠંડક આપનાર ગુણ હોય છે. તમે તેને આંખો પર કાપીને મૂકી શકો છો. એના માટે તમે સૌથી પહેલા ખીરાના ટુકડાને કાપીને ફ્રિજમાં મૂકો અને પછી તેને આંખો પર મૂકી દો.

ડોક્ટરથી સંપર્ક કરો

આંખોમાં કલર ગયા બાદ જો વધુ બળતરા, લાલાશ અને દુખાવો કે ધૂંધળું અનુભવાય તો તમે મોડું કર્યા વિના સૌથી પહેલા ડોક્ટરનો સંપર્ક કરો. કેમ કે આ પ્રકારની સમસ્યાઓ ગંભીર સંક્રમણમાં રૂપાંતરિત થઈ શકે છે.

Tags :
LifestyleHoliColoursEyesProtect

Google News
Google News