ત્વચાને શાઈની અને હેલ્ધી બનાવે છે ટામેટા, જાણો તેનાથી થતા લાભ વિશે
અમદાવાદ, 8 મે 2019, બુધવાર
બેદાગ અને ચમકતી ત્વચા દરેક યુવતીની ચાહત હોય છે. મેકઅપનો ઉપયોગ અને પ્રદૂષણ ત્વચાને બેજાન બનાવી દે છે. તેવામાં સુપરફૂડ એવા ટામેટા ત્વચા માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. ટામેટામાં બીટા કેરોટીન, વિટામિન સી અને લાઈકોપીન ભરપૂર પ્રમાણમાં હોય છે જે ત્વચાની સંભાળ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ટામેટા ત્વચાને સુંદર અને અંદરથી સ્વસ્થ કરે છે. ટામેટા ત્વચા માટે કેવી રીતે લાભકારી છે ચાલો જાણીએ વિગતવાર
1. ત્વચામાં નિખાર લાવવા માટે ટામેટા બેસ્ટ વિકલ્પ છે. તેનાથી ત્વચાના પોર્સ બંધ થઈ જાય છે. ટામેટાનો જ્યૂસ નિયમિત પીવાથી કે તેને ચહેરા પર લગાવવાથી ત્વચાની સુંદરતા વધે છે. ટામેટાનો જ્યૂસ ચહેરા પર લગાવવો હોય તો તેમાં થોડા લીંબૂના ટીપા ઉમેરી તેનો ઉપયોગ કરવો. 10 મિનિટ બાદ ચહેરાને હુંફાળા પાણથી સાફ કરી લો. આ રસ લગાવવાથી ખુલેલા પોર્સ બંધ થઈ જશે.
2. બ્લેકહેડની તકલીફ હોય તો અડધું ટામેટું સમારી તેને પ્રભાવિત ત્વચા પર રગડો. 5 મિનિટ બાદ ત્વચાને સાફ કરી લો. તેનાથી ત્વચા ક્લીન થશે અને બ્લેકહેડ્સ પણ દૂર થશે.
3. ટામેટા નેચરલ સનસ્ક્રીન છે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ લાઈકોપીન હોય છે જે અલ્ટ્રા યૂવી કીરણોથી ત્વચાનું રક્ષણ કરે છે. ટામેટાનું સેવન નિયમિત કરવાથી શરીરમાં ફ્રી રેડિકલ્સની માત્રા વધે છે અને ત્વચા હેલ્ધી થાય છે.
4. ટામેટા સેલુલર ડેમેજ દૂર કરી અને ત્વચાની કોમળતા જાળવી રાથે છે. તેનાથી ત્વચા પર કરચલિયો પડતી અટકે છે.
5. ટામેટામાં જે એસિડ હોય છે તે ખીલને દૂર કરે છે અને ત્વચાને સાફ કરે છે. તેમાં જે વિટામિન એ અને સી હોય છે જે ત્વચામાં આવતો સોજો દૂર કરે છે.
6. હેલ્ધી ત્વચા માટે રોજના ડાયટમાં 2 ટામેટાનો સમાવેશ જરૂરથી કરવો. જો ચહેરા પર ટામેટાનો ઉપયોગ કરવો હોય તો પહેલા ચહેરો બરાબર સાફ કરી લેવો.