mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

હોટલના રૂમમાં હિડન કેમેરા તો નથીને? ત્રણ સરળ રીતે કરી શકશો ચેક

Updated: Feb 10th, 2024

હોટલના રૂમમાં હિડન કેમેરા તો નથીને? ત્રણ સરળ રીતે કરી શકશો ચેક 1 - image


Image:FreePik

નવી દિલ્હી,તા. 10 ફેબ્રુઆરી 2024, શનિવાર 

ઘણા લોકોને ફરવાના શોખ હોય છે, અવનવી જગ્યાઓ જોવી અને તેને એક્સપ્લોર કરીને વીડિયો બનાવા વગેરે. કોઇ પણ જગ્યાની ટ્રીપ નક્કી થાય ત્યારે પહેલું કામ આપણે  રૂમ બુક કરવાનું કરીએ છીએ, ઘણી વખત ઉતાવળના કારણે હોટલની સુરક્ષા પર ધ્યાન આપતા નથી અને અકસ્માતનો ભોગ બનીએ છીએ. 

હાલમાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે, તો ઘણા કપલ્સ હોટલમાં વેલેન્ટાઈન પાર્ટી કરવાનું પણ પ્લાન કરે છે. આ સિવાય સિંગલ લોકો પણ આ દિવસે તેમના મિત્રો સાથે પાર્ટી કરવા માટે હોટલના રૂમ બુક કરાવે છે. પાર્ટીની ઉજવણી વચ્ચે લોકો સુરક્ષાના કેટલાક માપદંડો પર ધ્યાન આપતા નથી અને પાછળથી પસ્તાવો કરવો પડે છે.

નાની વસ્તુઓ પર ધ્યાન આપો

રૂમમાં રાખવામાં આવેલી દરેક નાની-નાની વસ્તુઓને નજીકથી જુઓ. આ સાથે રૂમમાં લગાવેલી ઘડિયાળ, મિરર, પ્લગ, લેમ્પ, ફૂલદાની વગેરે વસ્તુઓ પર પણ ધ્યાન રાખો. ખાસ કરીને સિલિંગમાં લગાવેલ સ્મોક ડિટેક્ટર અને ફેનની પણ તપાસ કરો. ઘણી વખત રૂમમાં લગાવેલા ACમાં કેમેરા પણ લગાવવામાં આવે છે. આ બધું તપાસ્યા પછી જ રૂમમાં રહેવાનું નક્કી કરો.

કેવી રીતે તપાસવું?

હોટલના રૂમમાં હિડન કેમેરા તો નથીને? ત્રણ સરળ રીતે કરી શકશો ચેક 2 - image

તમે છુપાયેલા કેમેરાને પ્રકાશમાં જોઈ શકશો નહીં, આ માટે તમારે રૂમની લાઈટ બંધ કરવી પડશે. વાસ્તવમાં, દરેક કેમેરામાં એક પ્રકારની લાઇટ હોય છે જે અંધારું થવા પર આવે છે. જો લાઇટ બંધ કર્યા પછી તમને ક્યાંકથી નાની લાલ લાઈટ આવતી દેખાય તો સમજવું કે તે જગ્યાએ છુપાયેલ કેમેરા લગાવવામાં આવ્યો છે. 

તમે છુપાયેલા કેમેરાને તપાસવા માટે લાઇટ બંધ કર્યા પછી ટોર્ચનો પણ ઉપયોગ કરી શકો છો. જો ટોર્ચના પ્રકાશમાં કંઈક ચમકતું હોય તો સમજવું કે તે જગ્યાએ છુપાયેલ કેમેરા લગાવવામાં આવ્યો છે.

બ્લૂટૂથ દ્વારા જાણો

સૌ પ્રથમ, તમારો ફોન બહાર કાઢો અને કોઈને પણ કૉલ કરો, જો તમને કૉલ દરમિયાન તમારી બાજુથી કોઈ અવાજ અથવા વાઇબ્રેશન સંભળાય, તો સમજી લો કે રૂમમાં ક્યાંક છુપાયેલ કૅમેરો ઇન્સ્ટોલ કરેલો છે. આ સિવાય તમે બ્લૂટૂથની મદદથી છુપાયેલા કેમેરાને પણ શોધી શકો છો. આ માટે સૌથી પહેલા બ્લૂટૂથ ચાલુ કરો, જો કોઈ વધારાનું ઉપકરણ દેખાય તો સાવચેત રહો.

Gujarat