ઘરે રોપેલા છોડમાં ફૂલો નથી આવતા? તો ફોલો કરો આ સરળ ટિપ્સ
Flowering Plants Tips: હાલના સમયમાં ઘણા લોકો પોતાના ઘરે ફૂલ વાળા છોડ ઉગાડવાનું પસંદ કરે છે. ફૂલ વાળા છોડથી ઘરની સુંદરતા પણ વધી જાય છે. પરંતુ દરેક લોકોને ત્યાં છોડમાં સારી રીતે ફૂલ નથી ખીલતા. તેથી આજે અમે તમને કેટલીક એવી જરૂરી ટિપ્સ જણાવી રહ્યા છે જેનાથી તમારા છોડ ફૂલોથી ભરાય જાય છે.
છોડની દર વર્ષે રુટ ટ્રિમિંગ કરવી
ફૂલ વાળા છોડની દર વર્ષે રુટ ટ્રિમિંગ ચોક્કસ કરવી જોઈએ. રુટ ટ્રિમિંગ માટે છોડને કૂંડામાંથી બહાર કાઢીને તેના મૂળ સાફ કરીને ટ્રિમ કરવું અને ફરી તેને કૂંડામાં લગાવી દેવું. દર 15થી 20 દિવસના અંતરે ફૂલોના છોડનું કટિંગ કરતા રહેવું.
માટી સૂકાઈ જાય પછી જ છોડને પાણી આપવું
માટી સૂકાઈ જાય ત્યાર પછી જ આ છોડને પાણી આપો. જો માટી પહેલેથી જ ભેજવાળી હોય, તો વધારે પાણી ન નાખવું. આ સાથે જ એક-બે મહિનામાં કૂંડામાં જૈવિક ખાતર ચોક્કસ નાખવું, તેનાથી છોડનું પોષણ જળવાઈ રહેશે.