For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શું તમને પણ છે મોશન સિકનેસ? જાણો તેનાથી છૂટકારો મેળવવાનો ઉપાય

Updated: Jun 25th, 2021

Article Content Imageનવી દિલ્હી, તા. 25 જૂન 2021, શુક્રવાર 

ઘણીવાર કેટલાક લોકોને કાર અને બસમાં મુસાફરી દરમિયાન ઉલ્ટી, ચક્કર અને ઉબકા જેવી મુશ્કેલીઓ આવે છે. એવામાં મુસાફરીની મજા માણવાની વાત તો દૂર રહી પરંતુ મુસાફરી કરવી જ ખૂબ મુશ્કેલ બની જાય છે. આ કારણથી ઘણીવાર મુસાફરીની યાદો પણ એટલી ખરાબ થઇ જાય છે જેના કારણે ફરી મુસાફરી કરવાનું મન થતું નથી. જો તમારી સાથે પણ મુસાફરી દરમિયાન તબિયત બગડવાની સમસ્યા થાય છે તો જાણો કેટલાક એવા ઉપાય જેનાથી તમે તબિયતનું ધ્યાન રાખતાં મુસાફરીને સરળ અને યાદગાર બનાવી શકો છો.   

મોંઢામાં રાખો શેકેલી લવિંગ

મુસાફરી દરમિયાન ઉલ્ટી-ચક્કરની સમસ્યા રહેતી હોય તો તમે તેના માટે શેકેલી લવિંગની મદદ લઇ શકે છે. મુસાફરી શરૂ કરતાં પહેલા તમે પોતાના મોંઢામાં એક લવિંગ રાખો. જો તમે આખો સમય લવિંગ ચાવવા નથી ઇચ્છતા તો તમે લવિંગને શેકીને તેનો પાઉડર બનાવીને પણ સાથે રાખી શકો છો. જ્યારે પણ તમને આ પરેશાનીનો અનુભવ થાય ત્યારે તરત તેનું સેવન કરી શકો છો. 

લીંબૂ-મીઠું મદદ કરશે

મુસાફરી દરમિયાન ઉબકા આવવા અને ઉલ્ટી, ચક્કર જેવી મુશ્કેલી થવા પર તમે લીંબૂને પાણીમાં નિચોવીને તેમાં મીઠું નાંખીને તેનું સેવન કરી શકો છો. મુસાફરી પર જતાં પહેલા પોતાની સાથે લીંબૂ, મીઠું અને પાણી રાખવાનું ન ભૂલશો. 

ખાટા ફળો અને જ્યુસ

મુસાફરી કરતી વખતે પોતાની સાથે ખાટા ફળ અથવા તેનો જ્યુસ રાખો.. જ્યારે પણ તમને ઉલ્ટી-ચક્કર અને ઉબકા જેવી મુશ્કેલી થાય તો તમે તેનું સેવન કરો. તેનાથી પણ તમને ઘણો આરામનો અનુભવ થશે. 

આદુ રાહત આપશે

મુસાફરી દરમિયાન આદુના સ્લાઇસ કટ કરીને તેને પોતાની સાથે હંમેશા રાખો. જ્યારે પણ મુસાફરીમાં તમને ઉલ્ટી-ચક્કર અને ઉબકા જેવી સમસ્યા થાય ત્યારે તમે આદુના સ્લાઇસને મોંઢામાં રાખીને ચૂસતાં રહો. તમે ઇચ્છો તો મુસાફરીની શરૂઆતથી ડેસ્ટિનેશન પર પહોંચવા સુધી પણ આદુનો ટુકડો મોંઢામાં રાખી શકો છો. 

ફુદીનો પણ આરામ આપશે

મુસાફરીમાં ચક્કર-ઉલ્ટી આવવી અને ઉબકાની સમસ્યાને દૂર કરવા માટે તમે ફુદીનાની મદદ લઇ શકો છો. તેના માટે તમે પોતાની સાથે ફુદીનાનો શરબત અથવા પન્ના રાખો અને મુસાફરી કરતાં પહેલાં તેને પી લો. તમે ઇચ્છો તો તેના માટે ફુદીનાની ગોળીની પણ મદદ લઇ શકો છો. 

Gujarat