Get The App

મહિલાઓ કરતાં પુરુષોની ઊંચાઈ વધુ કેમ? વિજ્ઞાનીઓએ કરેલા સંશોધનમાં નવો ખુલાસો

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
મહિલાઓ કરતાં પુરુષોની ઊંચાઈ વધુ કેમ? વિજ્ઞાનીઓએ કરેલા સંશોધનમાં નવો ખુલાસો 1 - image
Image Envato 

Why are Men taller than Women?: પુરુષો સામાન્ય રીતે મહિલાઓની તુલનાએ 5 ઈંચ લાંબા હોય છે, અને  તેનું કારણ અત્યાર સુધી રહસ્યમય હતું. પરંતુ હવે વિજ્ઞાનીઓએ નવા સંશોધન અભ્યાસમાં આ રહસ્ય પરથી પડદો ઉઠાવી દીધો છે. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, એક ખાસ જનીન પુરુષોની ઊંચાઈ વધારવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ જનીન સ્ત્રીઓમાં સંપૂર્ણપણે સક્રિય હોતા નથી, જ્યારે પુરુષોમાં આ વધુ સક્રિય હોય છે. 

આ પણ વાંચો: 'પવાર-ઠાકરે બ્રાન્ડને ભાજપ ખતમ કરવા માગે છે...' રાજ ઠાકરે ઉદ્ધવ માટે થયા ચિંતિત!

સંશોધકોએ અમેરિકા અને યુકેના લગભગ 1 લાખ લોકોના જિનેટિક (આનુવંશિક) ડેટાનું વિશ્લેષણ કરીને ઊંચાઈના તફાવત પાછળના સંભવિત કારણ તરીકે 'SHOX' નામના ચોક્કસ જનીનને ઓળખી બતાવ્યું છે.

સંશોધનમાં શું જાણવા મળ્યું

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વિજ્ઞાનીઓએ તેમના સંશોધનમાં જોયુ કે, જે લોકોમાં વધારાનું Y રંગસૂત્ર હોય છે, તેઓ સ્ત્રીઓ કરતા ઊંચા હોય છે. SHOX જનીન X અને Y બંને રંગસૂત્રો પર જોવા મળે છે, પરંતુ તે પુરુષોમાં Y રંગસૂત્ર પર વધુ સક્રિય હોય છે, જેના કારણે તેમની ઊંચાઈ વધી જાય છે. સ્ત્રીઓમાં એક X રંગસૂત્ર મુખ્યત્વે નિષ્ક્રિય હોય છે, તેથી SHOX જનીન સંપૂર્ણપણે સક્રિય હોતું નથી.

આ પણ વાંચો: લાલુ યાદવનો મોટો નિર્ણય: તેજ પ્રતાપ યાદવ 6 વર્ષ માટે RJDમાંથી સસ્પેન્ડ, પરિવારમાંથી પણ કાઢી મૂક્યો

સંશોધન પ્રમાણે આ જનીન પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સરેરાશ ઊંચાઈમાં લગભગ એક ચતુર્થાંશ તફાવત સર્જે છે. બાકીનો તફાવત અન્ય જનીનો અને પુરુષ હોર્મોન્સને કારણે છે. જિનેટિક્સ નિષ્ણાત એરિક સ્કાડેટે આ શોધને ‘ખૂબ જ રોમાંચક’ ગણાવી હતી અને કહ્યું કે, 'આ સંશોધન એ રહસ્યોને સમજાવવા માટે મદદરુપ થશે, જે અત્યાર સુધી છુપાયેલા રહસ્યો હતા.'

Tags :