mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ભારતમાં સૌથી પહેલા મરચાં કોણ લાવ્યું? તેનો ઈતિહાસ જાણીને નવાઈ પામશો

તમે દરેક શાકભાજી કે મસાલેદાર વાનગીમાં જે મરચાંનો ઉપયોગ કરો છો તે ભારતનું નથી

પરંતુ આજે ભારત મરચાંના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે

Updated: Feb 7th, 2024

ભારતમાં સૌથી પહેલા મરચાં કોણ લાવ્યું? તેનો ઈતિહાસ જાણીને નવાઈ પામશો 1 - image


History Of Chilli: આપણે રસોઈમાં રોજ લીલા મરચાંનો ઉપયોગ કરીએ છીએ. લીલા મરચાં આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત, તે આપણા ખોરાકને મસાલેદાર બનાવે છે. શું તમે જાણો છો કે તેનું મૂળ ભારત નથી. મરચાં અમેરિકાથી ભારતમાં લાવવામાં આવ્યાં હતાં, પરંતુ હવે મરચાંના ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાને છે. પરંતુ શું તમે મરચાંનો ઈતિહાસ જાણો છો? 

મરચાંનો ઈતિહાસ 

ઘણા ઇતિહાસકારો માને છે કે 7000 બીસીથી મધ્ય અને દક્ષિણ અમેરિકાના લોકો મરચાંનો ઉપયોગ કરી રહ્યા છે. આ સિવાય મેક્સિકોમાં 6000 વર્ષ પહેલા મરચાંની ખેતી શરુ થઇ હતી. સમગ્ર વિશ્વમાં લગભગ ચારસો પ્રકારના મરચાં ઉગાડવામાં આવે છે. 

પરંતુ હવે પ્રશ્ન એ થાય કે આ મરચાં ભારત કેવી રીતે પહોંચ્યા? મરચાં વર્ષ 1498 માં વાસ્કો-દ-ગામા અમેરિકાથી ભારત લાવ્યા હતા. ભારતમાં સૌથી પહેલા ગોવામાં મરચાં આવ્યા હતા. ત્યારબાદ પૂરા દેશે તેને સ્વાદ ચાખ્યો હતો, પણ હવે એ પણ પ્રશ્ન થાય કે શું આ પહેલા ભારતના લોકો મરચાંના સ્વાદથી અજાણ હશે? તો એ પ્રશ્નનો જવાબ એ છે કે ભારતમાં પહેલા કાળા મરીનો ઉપયોગ થતો હતો. પરંતુ જયારે લાલ મરચું ભારતમાં આવ્યું તો તેને ઉગાડવું સરળ હતું અને લોકોને પણ તેનો સ્વાદ પસંદ આવ્યો અને તે પ્રખ્યાત થયું. એક વાર્તા એવી પણ છે કે મરચાં શ્રીલંકાથી ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં આવ્યા હતા.

ભારતમાં મરચાંની સૌથી વધુ ખેતી ક્યાં થાય છે?

દેશમાં મરચાંનું સૌથી વધુ ઉત્પાદન આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લામાં થાય છે. આ સમગ્ર રાજ્યમાં 30 થી 40 ટકા મરચાંનું ઉત્પાદન થાય છે. લીલા મરચાંની ખેતી કરવી ખૂબ જ સરળ છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો, તો તમે સરળતાથી તમારા ઘરે વાસણમાં તેની ખેતી કરી શકો છો. લીલા મરચાંની 400 વિવિધ જાતો છે.

ભારતમાં મરચાંનું ઉત્પાદન કેવી રીતે થાય છે?

અમેરિકાથી ભારતમાં મરચાં આવ્યા હોવા છતાં ભારતે આ મરચાં પર કામ કર્યું હતું. હવે ભારત મરચાંના ઉત્પાદનમાં એટલું આગળ છે કે તે મરચાંની નિકાસ અમેરિકા, નેપાળ, યુકે, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં પણ કરે છે.  ભારતમાં દર વર્ષે 13 લાખ મેટ્રિક ટન મરચાંનું ઉત્પાદન થાય છે. 

ભારતમાં સૌથી પહેલા મરચાં કોણ લાવ્યું? તેનો ઈતિહાસ જાણીને નવાઈ પામશો 2 - image

Gujarat