સિગરેટની લત છોડવા અજમાવો આ ઘરગથ્થુ નુસખા, તુરંત થશે અસર
નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર 2019, શુક્રવાર
સિગરેટની લત હોય તે લોકો તેને છોડવા માટે ઈ સિગરેટની મદદ લેતા હતા. પરંતુ ઈ સિગરેટથી શરીર પર પડતા હાનિકારક પ્રભાવને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારએ તેના પર પ્રતિબંધ મુક્યો છે. આ ઉપરાંત તેના ઉત્પાદન, વેચાણ અને આયાત નિકાસ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેવામાં કેટલાક ઘરગથ્થુ ઉપાયોની મદદથી આ વ્યસનને છોડી શકાય છે.
1. મધ અને તજ
સિગરેટ પીવા અને તમાકુ ખાવાથી ફેફસાંનું કેન્સર, ઓરલ કેન્સર અને અન્ય ઘણા જીવલેણ રોગો થવાનું જોખમ વધી જાય છે. તેવામાં સિગરેટની લતથી છૂટકારો મેળવવા માટે તજને બારીક પીસી તેનો પાવડર કરી લો અને તેમાં જરૂર મુજબ મધ ઉમેરી પેસ્ટ બનાવી આ મિશ્રણનું સેવન ત્યારે કરો જ્યારે સિગારેટ પીવાનું મન થાય છે.
2. આદુ અને આમળા
આદુ અને આમળાનો પલ્પ કરીને તેમાં લીંબુ અને મીઠું ઉમેરી એક ડબીમાં ભરી પોતાની સાથે રાખવી. જ્યારે પણ સિગરેટ પીવાની ઈચ્છા થાય ત્યારે આ પેસ્ટનું સેવન કરવું.
3. અજમો અને વરીયાળી
અજમા અને વરીયાળીને સમાન માત્રામાં લઈ તેનાથી અડધી માત્રામાં તેમાં સંચળ પાવડર ઉમેરવો. તેમાં થોડું લીંબુ ઉમેરી રાત્રે રાખી દેવું. સવારે ગરમ તવા પર તેને ધીમા તાપે સુગંધ આવે ત્યાં સુધી શેકો. આ પાવડર ઠંડો થાય એટલે તેને એરટાઈટ ડબ્બીમાં ભરી લો. આ ચૂર્ણને પણ ત્યારે લેવું જ્યારે સિગરેટ પીવાની ઈચ્છા થાય.
4. ફ્રૂટ જ્યૂસ
મોસંબી, સંતરા, દ્રાક્ષ જેવા ફળનો રસ પીવાથી સિગટેરની તલબ દૂર થાય છે.
5. ડુંગળીનો રસ
સિગરેટની લતમાંથી મુક્ત થવા માટે રોજ 4 ચમચી ડુંગળીનો રસ પીવો. સવારે ઉઠો ત્યારે 2 ગ્લાસ હુંફાળું પાણી લેવું તેમાં લીંબૂ ઉમેરી પી જવું. પાણીમાં મધ પણ ઉમેરી શકાય છે. તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને સિગરેટની લત પણ છૂટ જાય છે.
6. પોપકોર્ન
સિગરેટની લત છોડવા માટે પોપકોર્ન ખાવાથી પણ મદદ મળે છે. પોપકોર્નનો લાભ એ છે તેમાં જે ફાયબર હોય છે તે સ્મોકિંગની ઈચ્છાને ઘટાડે છે.