Get The App

અંડરઆર્મની કાળાશ દૂર કરવાના આ છે અસરદાર ઉપાય

Updated: Feb 26th, 2019

GS TEAM

Google News
Google News
અંડરઆર્મની કાળાશ દૂર કરવાના આ છે અસરદાર ઉપાય 1 - image


અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2019, મંગળવાર

સ્લીવલેસ કપડા પહેરવાથી અને વારંવાર વેક્સ કરાવવાના કારણે અંડરઆર્મ્સની ત્વચા કાળી થવાની સંભાવના વધી જાય છે. અંડરઆર્મની ત્વચા કાળી થઈ જાય તો સ્લીવલેસ કપડા પહેરવા પણ મુશ્કેલ થઈ જાય છે. પરંતુ આ કાળાશને ઘરગથ્થુ ઉપચારથી દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે અંડરઆર્મ્સની ત્વચાની રંગત નીખારી શકાય અને તે પણ કોઈપણ જાતની આડઅસર વિના.

મધ અને લીંબૂ

લીંબૂનો ટુકડો કાપી તેના પર મધના થોડા ટીપાં ઉમેરી અને અંડરઆર્મ્સ પર તેનાથી મસાજ કરવી. નિયમિત રીતે આ ઉપાય 10 દિવસ કરવાથી ત્વચાનો રંગ સાફ થવા લાગશે.

બટેટા

બટેટાના ટુકડા કરી અને તેનાથી ત્વચા પર મસાજ કરવી. તેનાથી પણ ત્વચાની કાળશ દૂર થાય છે.

એલોવેરા

એલોવેરાનું પાન તોડી તેમાંથી જેલ કાઢી અને તેને અંડરઆર્મ લગાડો. 15 મિનિટ બાદ સ્નાન કરી લેવું.

દૂધ અને હળદર

દૂધ અને હળદરની પેસ્ટ બનાવી અંડરઆર્મમાં લગાડો. સપ્તાહમાં એકવાર આ ઉપાય કરવો.

ગુલાબ જળ અને લીંબૂ

લીંબૂ અને ગુલાબજળને મીક્સ કરી અને ત્વચા પર લગાડો. 


Tags :