સ્કિનને ઑઇલી થવાથી બચાવશે આ ઘરમાં બનાવેલ ફેસપેક
- મોનસૂનમાં ઓઇલી સ્કિનના કારણે ખીલ જેવી કેટલીય સ્કિનની સમસ્યાઓ વધી જાય છે
નવી દિલ્હી, તા. 23 જુલાઇ 2020, ગુરુવાર
મોનસૂનમાં સ્કિન ઓયલી તેમજ ચિપચિપિ થવાની સમસ્યા સામાન્ય છે. તેના કારણે ખીલ સહિત સ્કિનની કેટલીય સમસ્યાઓ પણ વધે છે. મહિલાઓ તેના માટે મોંઘી ક્રીમ, સીરમ, તેમજ બ્યૂટી ટ્રીટમેન્ટ લે છે. પરંતુ તેનાથી કોઇ ખાસ રિઝલ્ટ નથી જોવા મળતું. એવામાં જાણો, એક ઘરેલૂ ફેસ પેક વિશે, જે મોનસૂનમાં સ્કિનને ઑઇલી થવાથી અટકાવે છે અને ગ્લો લાવવામાં મદદરૂપ થશે.
ફેસપેક બનાવવા માટેની સામગ્રી
- એલોવેરા જેલ 1 ટી સ્પૂન
- બેસન 2 ટી સ્પૂન
- એપ્પ્લ સાઇડર વિનેગર અડધી ટી સ્પૂન
- 1 ટી સ્પૂન લીંબૂનો રસ
ફેસપેક બનાવવાની પદ્ધતિ
એક વાટકીમાં બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લો. ધ્યાન રાખો કે તેમાં ગાંઠ ન પડે. જો તમને લીંબૂ સૂટ ન કરતું હોય તો ટામેટાંનો રસ મિક્સ કરી શકો છો.
વાપરવાની પદ્ધતિ
સૌથી પહેલા ચહેરાને ફેસવૉશ અથવા ગુલાબ જળથી સાફ કરી લો. ત્યારબાદ ચહેરા તેમજ ડોક પર પેસ્ટ લગાવો અને 15-20 મિનિટ માટે રહેવા દો. જ્યારે ફેસપેક સુકાઇ જાય ત્યારે હળવા હાથથી મસાજ કરીને તાજા પાણાથી સાફ કરી લો. આ પેકને અઠવાડિયામાં 1 અથવા 2 વખત લગાવી શકાય છે. તમને 15 દિવસમાં તેનો ફરક જોવા મળશે.
કેમ ફાયદાકારક છે આ ફેશપેક
બેસન સ્ક્રબની જેમ કામ કરે છે અને ડેડ સ્કિન નિકાળવામાં મદદ કરે છે. ત્યારે એલોવેરામાં રહેલા એન્ટી-કૂલિંગ તેમજ એન્ટી-એન્જિંગ ગુણ ત્વચાને અંદરથી ઠંડક આપે છે. વિનેગર તેમજ લીંબૂમાં અમ્લીય ગુણ હોય છે, જે બ્લડ સર્ક્યુલેશન વધારે છે. બીટા કેરોટીન, વિટામિન્સ અને એન્ટી ઑક્સીડેન્ટ ગુણોથી ભરપૂર આ પેક સ્કિનને સ્વસ્થ રાખે છે.