યુવતીઓએ જ નહીં યુવકોએ પણ હોળીની કરવી જોઈએ તૈયારી, આ રીતે ત્વચાની લો સંભાળ
નવી દિલ્હી, 9 માર્ચ 2020, સોમવાર
હોળી પર રંગોથી રમી અને મસ્તી કરવી નાના મોટા સૌને ગમે છે. પરંતુ રંગથી રમી લીધા બાદ સૌથી વધુ અસર તેની ચહેરા પર થાય છે. પછી તે યુવક હોય કે યુવતી રંગની અસર ત્વચાને થાય તો છે જ. યુવતીઓ જ નહીં પરંતુ યુવકો પણ જો ત્વચા બાબતે બેદરકારી દાખવે તો ત્વચાને નુકસાન થાય છે. તો ચાલો તમને જણાવીએ એવી ટીપ્સ જેને ફોલો કરવાથી યુવકો પોતાની ત્વચાને રંગથી થતી આડઅસરથી બચાવી શકે છે.
મોઈશ્ચુરાઈઝર
ત્વચાનું રક્ષણ કરવા માટે સૌથી બેસ્ટ ઉપાય મોઈશ્ચુરાઈઝર છે. રંગ રમવા જાઓ તે પહેલા ત્વચા પર બદામ કે નાળિયેરનું તેલ લગાવી લેવું. આ તેલ તમે શરીર પર પણ લગાવી શકો છો જેથી ત્વચાની ડ્રાયનેસને દૂર કરી શકો.
સનસ્ક્રીન
દિવસભરમાં તડકો પણ લાગે છે જેનાથી કારણે ત્વચા ડેમેજ થઈ શકે છે. તેથી રંગે રમવા નીકળો તે પહેલા ત્વચા પર સનસ્ક્રીન લોશન જરૂરથી લગાડવું. તેનાથી શરીર અને ત્વચાનું ટેનિંગ દૂર થાય છે.
રંગની આડઅસર
ચહેરા અને વાળને રંગની આડઅસર થાય છે. એટલે કેમિકલવાળા રંગના કારણે વાળ ખરવા લાગે છે. તેથી રંગથી રમતા પહેલા વાળમાં નાળિયેરનું તેલ લગાડવું.
હોળી રમ્યા પછી શું કરવું
હોળી રમ્યા પછી ત્વચા પરથી રંગ દૂર કરવા માટે સાબુનો ઉપયોગ કરવો નહીં. આ રંગને દૂર કરવા માટે માઈલ્ડ સોપનો ઉપયોગ કરવો.