અ ન્યુયોર્ક લવ સ્ટોર: ધર્મ, જાતિ અને સરહદના સીમાળા પર છવાઇ ભારત-પાક યુવતીની લવ સ્ટોરી
- ભારત પાકિસ્તાનની બે છોકરીઓ એક બીજાને દિલ આપી બેઠી, જુઓ ફોટાઓ
ન્યુયોર્ક, તા. 6 ઓગસ્ટ 2019, મંગળવાર
ફ્રેન્ડશીપ અને પ્રેમના તમે ઘણા બધા દાખલા જોયા હશે. પરંતુ આજે અમે તમને બે દેશ વચ્ચે પાંગરેલા પ્રેમની અનોખી સ્ટોરી વિશે જણાવીએ જેને સાંભળી તમે દંગ રહી દશો.
તાજતેરમાં સોશિયલ મીડિયા પર હિંદૂ-મુસ્લિમ લેસ્બિયન કપલની કેટલીક તસવીરો આગની જેમ વાયરલ થઇ રહીં છે. આ કપલ ન્યુયોર્કનું છે. રોમાંસથી ડૂબેલી બે છોકરીઓના ફોટાઓ ઘણી બધી વાતો કરી રહીં છે.
આ તસવીરમાં અંજલિ ચક્ર અને સનદાસ મલિક ટ્રેડિશનલ ડ્રેસમાં નજર આવી રહ્યાં છે. ઇન્ટરનેટ પર વાયરલ આ યુવતીઓ એક હિન્દુસ્તાનની છે, જ્યારે બીજી છોકરી પાકિસ્તાનની છે.
સંદન મલિક અને અંજલિ ચક્ર એક બીજાના સારા મિત્રો છે અને એક બીજાને પસંદ કરે છે. સંદન વ્યવસાયે એક કલાકાર છે અને તે પાકિસ્તાનના મુસ્લિમ કુટુંબની છે. જ્યારે અંજલિ ચક્ર ભારતની રહેવાસી છે. બંનેએ તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે. હિંદૂ-મુસ્લિમ લેસ્બિયન કપલની તસવીરો લોકોને ખુબ ગમી છે. આ તસવીરને સરોવર અહમદે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરી છે.