યુવતીઓ માટે નહીં યુવકો માટે બનાવાઈ હતી હાઈ હીલ્સ, જાણો તેની પાછળનો ઈતિહાસ
નવી દિલ્હી, 20 નવેમ્બર 2019, બુધવાર
દુનિયામાં અનેક વસ્તુઓ એવી છે જે પુરુષો માટે ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવી હતી પરંતુ જેના માટે તેને બનાવવામાં આવી હોય તે યોગ્ય ન થતા તેને ઉપયોગ અન્ય કરવા લાગ્યા હોય. આવી જ વસ્તુ છે હાઈ હીલ્સ. હાઈ હીલ્સવાળા જૂતા અને ચપ્પલ પહેરવાનો શોખ યુવતીઓને વધારે હોય છે અને આ પ્રકારના શૂઝ યુવતીઓ માટે જ મળે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે હાઈ હીલ્સ યુવકો માટે બનાવવામાં આવી હતી.
હાઈ હીલ્સ એટલા માટે બનાવાઈ હતી કે પુરુષો વધારે મર્દાના દેખાય. પરંતુ પ્રાચીન કાળમાં લોકોનું માનવું હતું કે પુરુષો હાઈ હીલ્સ પહેરે તો વધારે મર્દાના દેખાય છે. ઈતિહાસ અનુસાર હાઈ હીલ્સનો સૌથી પહેલો ઉપયોગ 1000 ઈસા આસપાસ થયો હતો. આ સમય પર્સિયન લોકોનો સમય હતો. એક માન્યતા એવી પણ હતી કે હાઈ હીલ્સ પહેરવાથી પુરુષો ધનુષ સારી રીતે ચલાવી શકે અને ઘોડેસવારી પણ સારી રીતે થાય.
પરંતુ ધીરે ધીરે સમય સાથે બદલાવ થયા અને તેનું પરીણામ એવું આવ્યું કે હાઈ હીલ્સ મહિલાઓએ પહેરવાનું શરૂ કર્યું. યુવતીઓએ હાઈ હીલ્સને ઝડપથી સ્વીકારી લીધી. પુરુષોની સરખામણીમાં મહિલાઓ હાઈ હીલ્સમાં વધારે આરામ અનુભવવા લાગી.
વર્તમાન સમયમાં પણ પુરુષોના ફૂટ વેર પર નજર કરો તો જોવા મળશે કે કેટલાક ખાસ પ્રકારના શૂઝ એવા આવે છે કે જે યુવતીઓની હાઈ હીલ્સ સાથે મેચ થતા હોય છે. એટલા માટે જ કહેવાય છે કે પુરુષોએ હાઈ હીલ્સને તેના માટે બની હોવા છતાં સ્વીકારી નથી. હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે પુરુષો હાઈ હીલ્સ પહેરતા નથી પરંતુ તેમને એવી યુવતીઓ ગમે છે જે હાઈ હીલ્સ પહેરતી હોય.