ઠંડીમાં થતો અસહ્ય માથાના દુઃખાવાથી રાહત મેળવવા જાણો 5 ઘરેલું ઉપચાર

Updated: Jan 24th, 2023

દિવસેને દિવસે વધતી જઈ રહેલી હાડથીજાંવતી ઠંડીમાં માથાનો દુઃખાવો તો સામાન્ય વાત થઈ ગઈ છે. યુવાન હોય કે વડીલ, આ અસહ્ય ઠંડીથી તમામ લોકો સમસ્યાઓનો સામનો કરતા હોય છે. તો બીજી તરફ સ્વેટર, ટોપી કે જેકેટ પહેરવા છતાં પણ કેટલાકને શરદી, ખાંસી કે વાયરલ ઈન્ફેક્શન થવાની શક્યતાઓ પણ રહેલી હોય છે. ઉપરાંત અસહ્ય ઠંડીમાં માથું દુઃખવું કે માથું ભારે લાગવું એ પણ સમસ્યાઓ વધતી જોવા મળી રહી છે. કેટલાક લોકો માથાના દુઃખાવાને દુર કરવા પેનકીલર દવાનો, બામનો કે પછી ઘરેલું આયુર્વેદિક ઉપચારનો ઉપયોગ કરતા હોય છે, જોકે પેનકીલર દવા શરીરને નુકસાન કરતી હોવાથી ઠંડીની સિઝનમાં થતા ઈન્ફેક્સથી ઘરેલું ઉપચારને જ શ્રેષ્ઠ માનવામાં આવે છે, તેથી અમે અહીં 5 એવા ઘરેલું ઉપચાર જણાવી રહ્યા છે, જે તમને ઠંડીની સિઝનમાં થતાં શરદી, માથાના દુઃખાવા, તાવ સહિતના ઈન્ફેક્શનમાં રાહત આપશે.

એક કપ કોફી

માથાનો દુઃખાવો એક કપ કોફી પીવાથી દુર થઈ શકે છે. કોફીમાં કૈફીન આવેલું હોય છે, જેના કારણે એક કપ કોફી પીવાથી તમારો સ્ટ્રેસ લેવલ ઓછો થઈ શકે છે અને તમારી રક્ત કોશિકાઓને રાહત થાય છે તેમજ માથાનો દુઃખાવો થોડા સમયમાં જ દુર થઈ જાય છે. ઉપરાંત કોફી તમારો મૂડને સારો રાખવામાં પણ મદદરુપ થઈ શકે છે.

ગુણકારી આદુ

  • શિયાળામાં આદુ ખુબ જ ગુણકારી કહેવાય છે. આદુની આ ત્રણ રીતનો ઉપયોગ કરી તમે માથાના દુઃખાવામાંથી રાહત મેળવી શકો છો.
  • 1 આદુનો ઉકાળો શરદીમાં શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે અને માથુ દુઃખતુ મટાળે છે, એટલુ જ નહીં રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત રાખે છે.
  • 2 આદુનું પાણી ખૂબ ગુણકારી છે તેની સાથે મધનો પણ ઉપયોગ કરી શકાય છે, જે ખૂબ લાભદાયક રહે છે.
  • 3 ગરમ પાણીમાં આદુ નાખીને તેનો નાસ પણ લઈ શકાય છે.

ગરમ તેલની માલિસ

અસહ્ય ઠંડીમાં તેલને હૂંફાળું ગરમ કરીને તેની માલિસ કરવાથી રાહત થાય છે. આમ કરવાથી સ્નાયુઓને રાહત મળે છે અને પરિણામે માથાના દુઃખાવામાં રાહત મેળવી શકાય છે. માલિસ માટે સરસ્યાનું તેલ ખૂબ અસરકારક કહેવાય છે.

યોગાસન

યોગ અને કસરત કરવાથી પણ માથાનો દુઃખાવો દુર કરી શકાય છે. પશ્ચિમોત્તાનાસન, અધોમુખાસન, સેતુ બંધાસન, હસ્ત પદ્માસન જેવા આસનો કરવાથી માથાના દુઃખાવાથી રાહત મેળવી શકાય છે.

ભરપુર આરામ 

અસહ્ય ઠંડી હોય ત્યારે કોઈનેય ગાદલું છોડવું ગમતું નથી, જેના કારણે ઘણીવાર જરૂર કરતા વધુ ઊંઘ થઈ જાય છે, જે શરીર માટે નુકસાનકારક છે. ઘણીવાર વધુ પડતા કામના ભારણના કારણે ઊંઘ પુરી થતી નથી, જેના કારણે પણ માથામાં દુઃખાવો થઈ શકે છે, જેથી પ્રયત્ન કરવો કે 7થી 9 કલાકની ઉંઘ મળી રહે.

    Sports

    RECENT NEWS