Get The App

100 વર્ષ જીવવાનું આ છે અસલ સીક્રેટ, 5 વીકલી ટેવ તમારું આયુષ્ય લાંબુ કરશે!

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
100 વર્ષ જીવવાનું આ છે અસલ સીક્રેટ, 5 વીકલી ટેવ તમારું આયુષ્ય લાંબુ કરશે! 1 - image

How To Live 100  Years: આજે વિશ્વનું દરેક વ્યક્તિ લાંબુ, સ્વસ્થ અને સુખી જીવન ઈચ્છે છે. પરંતુ તેના માટે માત્ર સપ્લીમેન્ટ, સ્ટ્રીક્ટ ડાયટ અથવા ભારે-ભરકમ એક્સરસાઈઝ જ પૂરતી નથી. તેના માટે સૌથી મહત્વપૂર્ણ બાબત તમારી રોજની નાની-નાની ટેવો છે. વિશ્વભરમાં જે લોકો 100 વર્ષ કે તેથી વધુ જીવે છે તેમનામાં એક વાત કોમન જોવા મળે છે. તેઓ ન તો સ્ટ્રીક્ટ ડાયટ ફોલો કરે છે કે ન તો ભારે-ભરકમ એક્સરસાઈઝ કરે છે. તેમના લાંબા આયુષ્યનું રહસ્ય તેમના નાના-નાના વીકલી રુટિનમાં છુપાયેલું છે.

લાંબું આયુષ્ય ધરાવતા લોકો અઠવાડિયાનું એક સિમ્પલ રિધમ ફોલો કરે છે. કેટલાક દિવસો કામ માટે, કેટલાક દિવસો આરામ માટે, અને ઓછામાં ઓછો એક દિવસ એવો હોય છે જ્યારે તેઓ ખુદને સ્લો ડાઉન કરવાનો સમય આપે છે. તેનાથી વારંવાર નિર્ણય લેવાનો સ્ટ્રેસ ઓછો થાય છે અને મન શાંત રહે છે. American Journal of Lifestyle Medicineમાં પ્રકાશિત એક સ્ટડી પ્રમાણે નિયમિત રુટિન હોર્મોન્સને બેલેન્સ કરે છે, ખાસ કરીને કોર્ટિસોલને જે હૃદય અને મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

વધુમાં વધુ વોક કરવું

100 વર્ષથી વધુ જીવતા ચોક્કસપણો વોકિંગ કરે છે, પરંતુ તેઓ આ વોકિંગ સ્ટેપ કાઉન્ટ અથવા ફિટનેસ ટાર્ગેટ માટે નહીં પરંતુ પોતાના દૈનિક કામો માટે. તેઓ પગપાળા બજાર જાય છે, મિત્રોને મળે છે. જેના કારણે સતત તેમનું વોકિંગ થતું રહે છે. વોકિંગ કરવાથી શરીરનું બેલેન્સ સારું રહે છે, પાચન સારું રહે છે અને મૂડ પણ સારો રહે છે.

ઘરમાં એક દિવસ સાદુ, ઘરનું ભોજન

લાંબા આયુષ્ય ધરાવતા લોકોમાં એક ટેવ સામાન્ય હોય છે કે તેઓ અઠવાડિયામાં ઓછામાં ઓછું એક દિવસ સાદું અને ઘરે બનાવેલું ભોજન ખાય છે. આવા ખોરાક મોસમી હોય છે અને વધુ પડતા તળેલા કે પ્રોસેસ્ડ નથી હોતા. તેનાથી પાચનતંત્રને આરામ મળે છે અને શરીરને વધુ મીઠું, ખાંડ અને જંક ફૂડથી બ્રેક મળે છે. રિસર્ચ પણ દર્શાવે છે કે સાદું ભોજન પેટને હેલ્ધી રાખે છે અને બળતરા ઓછી થાય છે.

લોકો સાથે મુલાકાત કરવાની ટેવ

લાંબા આયુષ્ય ધરાવતા માત્ર ફોન કે સોશિયલ મીડિયા પર વાત કરવા પૂરતા મર્યાદિત નથી રહેતા. તેઓ અઠવાડિયામાં એક-બે દિવસ કોઈ પાડોશી, ભાઈ-બહેન અથવા નાના ગ્રુપ સાથે રૂબરૂ મુલાકાત કરે છે. સારું સોશિયલ સર્કલ દિમાગને તેજ રાખે છે, એકલતા ઘટાડે છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

અઠવાડિયામાં એક કલાક શાંતિ માટે

100 વર્ષ સુધી જીવતા લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછો એક કલાક માનસિક શાંતિ માટે ફાળવે છે. તેમાં કેટલાક પૂજા-પાઠ કરે છે, કેટલાક લખે છે તો કેટલાક મૌન બેસે છે. તેનાથી મન શાંત રહે છે અને તણાવ ઓછો થાય છે. રિસર્ચ દર્શાવે છે કે માનસિક શાંતિ વય-સંબંધિત બીમારીઓનું જોખમ ઘટાડે છે.

કોઈની મદદ કરવી

લાંબુ જીવન જીવતા લોકો અઠવાડિયામાં કંઈક એવું કરે છે જેનાથી કોઈની મદદ થઈ શકે, જેમ કે, પારિવારિક કામકાજમાં મદદ કરવી, બાળકોને કંઈક શીખવવું અથવા સ્વયંસેવા કરવી. જેનાથી તેમને કંઈક કરવાનો પર્પસ મળે છે, તેનાથી તેમને સારું લાગે છે અને એકલતા નથી લાગતી. આ વૃદ્ધત્વની બીમારીઓથી બચવામાં મદદ કરે છે.