વાળમાં મેહંદીના પેક લગાવતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
અમદાવાદ, 16 જુલાઈ 2019, મંગળવાર
વાળને કુદરતી સૌંદર્ય આપવા અને મજબૂત બનાવવા મેહંદીથી વધારે સારો વિકલ્પ અન્ય કોઈ નથી. મેહંદીનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી અજાણ લોકો માર્કેટમાં મળતા હેક કલરનો ઉપયોગ કરવા લાગે છે અને તેનાથી વાળને નુકસાન પણ પહોંચાડે છે. કલરથી વાળને થોડા દિવસો માટે સુંદરતા મળે છે પરંતુ ધીરેધીરે તેનાથી વાળ ખરાબ થઈ જાય છે. પરંતુ વાળને લાંબા અને સુંદર બનાવવા માટે મેહંદીનો ઉપયોગ કરવામાં આવે તો વાળ હેલ્ધી રહે છે અને સફેદ વાળી સમસ્યા પણ દૂર થઈ જાય છે. તેના માટે જરૂરી છે કે તમને મેહંદીનો ઉપયોગ કરવાની યોગ્ય રીતે વિશે જાણકારી હોય.
મેહંદી વાળ પર લાંબા સમય સુધી રહે છે. વાળમાં ત્રણ લેયર હોય છે જેમાં ક્યૂટિકલ, કોર્ટેક્સ અને મેડ્યૂલાનો સમાવેશ થાય છે. મેહંદી વાળવા પહેલા લેયરમાં કોટિંગનું કામ કરે છે. જે મહિલા વર્ષમાં 10 વખત મેહંદી કરે છે તેના વાળમાં 6થી 7 કોટિંગ કરે છે. તેનાથી વાળ પર કોઈ કેમિકલ કામ કરતું નથી.
1. મેહંદીનો ઉપયોગ કરવાની ઈચ્છા હોય તો બજારમાં મળતો તૈયાર પાવડર નહીં પરંતુ મેહંદીના પાનનો ઉપયોગ કરો. આ પાનને પીસી અને તેને વાળ પર લગાવો.
2. મેહંદીને 30 મિનિટથી વધારે સમય માટે વાળ પર ન રાખો.
3. સસ્તી મેહંદીની લાલચમાં ખરાબ વસ્તુ ન ખરીદવી.
4. મેહંદી લગાવવાથી જો શરીરના કોઈ ભાગ પર બળતરા થાય તે તેના પર નાળિયેર તેલથી માલિસ કરવી.