Get The App

વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? તો અજમાવો આ ઘરેલૂ નુસ્ખો

- મોનસૂનમાં મોટાભાગની મહિલાઓને વાળ ખરવાની અને ડેન્ડ્રફની સમસ્યા રહે છે

- જાણો, કેટલાક એવા હેરપેક વિશે જે વાળને મજબૂત અને સુંદર બનાવવામાં મદદરૂપ થશે

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News
વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? તો અજમાવો આ ઘરેલૂ નુસ્ખો 1 - image

નવી દિલ્હી, તા. 26 જુલાઇ 2020, રવિવાર 

મોનસૂનમાં કેટલીય મહિલાઓ પોતાના વાળ ઉતરવાની સમસ્યાથી પરેશાન હોય છે. કેટલીય મહિલાઓને એટલો બધો હેર ફોલ થવા લાગે છે કે તે ટેન્શનમાં આવી જાય છે અને તેના માટે અલગ-અલગ શેમ્પૂ, હેર સીરમ તથા કેટલીક ટ્રીટમેન્ટ્સ પણ લેવા લાગે છે. દરેક મહિલાની ઇચ્છા સુંદર અને સિલ્કી સ્મૂથ વાળની હોય છે પરંતુ ઘણીવાર કેટલાય પ્રયાસો પછી પણ ન તો વાળ વધે છે અને ન તો વાળ સારા લાગે છે. એવામાં કેટલાક ફાયદાકારક અને અસરકારક ઘરેલૂ નૂસ્ખા તમારા માટે ઉપયોગી સાબિત થશે. આ ઘરેલૂ નુસ્ખા માટે માત્ર ડુંગળીની જરૂર પડશે. 

ડુંગળી હેર ગ્રોથ માટે ખૂબ જ લાભદાયી હોય છે. તેમાં સારા પ્રમાણમાં સલ્ફર રહેલું હોય છે, જે વાળને મજબૂત બનાવે છે અને હેરફૉલને ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે જ તે તમારા વાળને ઘટાદાર પણ બનાવે છે. તો જાણો, ડુંગળીમાંથી બનાવવામાં આવતા હેર પેક્સ વિશે... 

1. નારિયેળનું તેલ અને ડુંગળીના રસનું હેર માસ્ક

નારિયેળનું તેલ વાળ માટે ખૂબ જ લાભદાયી હોય છે અને કદાચ દરેક ઘરમાં આ તેલનો ઉપયોગ કરવામાં આવતો હશે. તેનાથી વાળને જરૂરી પોષણ મળે છે અને ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર રહે છે. જો તમારા વાળ વધારે ઉતરે છે તો તમે નારિયેળના તેલમાં ડુંગળીનો રસ મિક્સ કરીને હેર માસ્ક બનાવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. 

તમારે આ માસ્કને પોતાના સ્કેલ્પ પર હળવા હાથેથી લગાવવાનું રહેશે અને ઓછામાં ઓછું 30 મિનિટ સુધી માસ્ક લગાવીને રાખવું પડશે. ત્યારબાદ માઇલ્ડ શેમ્પૂથી પોતાના વાળ સારી રીતે વોશ કરી લો. 

2. કેસ્ટર ઑઇલ અને ડુંગળીના રસનો હેર પેક 

કેસ્ટર ઓઈલ વાળને અંદરથી મજબૂતી આપે છે. તેની સાથે જો ડુંગળીનો રસ મિક્સ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે તો વાળ માટે વધુ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેના માટે તમારે બે ચમચી કેસ્ટર ઑઇલમાં 2 ચમચી ડુંગળીનો રસ મિક્સ કરવાનો રહેશે અને ત્યારબાદ હળવા હાથથી પોતાના વાળમાં તેનાથી મસાજ કરવાનું રહેશે. આ પેકને 1 કલાક માટે વાળમાં રહેવા દો અને ત્યારબાદ માઇલ્ડ શેમ્પૂથી હેર વૉશ કરી લો. તેનાથી હેર ગ્રોથ થાય છે અને સ્કેલ્પ પણ સાફ અને સ્વસ્થ રહે છે.  

3. ઈંડાં અને ડુંગળીના રસનું હેર પેક 

વાળને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે અને ઇંડાંમાં વધુ પ્રમાણમાં પ્રોટીન હોય છે. જો તમે ઇંડાંમાં ડુંગળીનો રસ અને લવેન્ડર એસેન્શિયલ ઓઇલ મિક્સ કરીને પોતાના વાળમાં લગાવો છો તો તેનાથી તમારા વાળ પહેલાથી સારા અને સ્વસ્થ થાય છે. આ પેકને વાળમાં ઓછામાં ઓછા 20 મિનિટ માટે લગાવી રાખો અને ત્યાર બાદ સામાન્ય હુંફાળા પાણીથી વાળ ધોઇ નાંખો. 

4. મધ અને ડુંગળીના રસનો હેર પેક 

ત્વચા માટે તો મધ ફાયદાકારક હોય જ છે પરંતુ વાળ માટે પણ આ ખૂબ જ લાભદાયી છે. મધથી તમારા વાળને જરૂરી પોષણ મળે છે અને હેરફોલની સમસ્યા પણ દૂર થાય છે. મધની સાથે ડુંગળીના રસનો હેર પેક બનાવવા માટે બે ચમચી ડુંગળીનો રસ લો અને એક ચમચી મધ મિક્સ કરો અને ત્યારબાદ પોતાના સ્કેલ્પ પર લગાવી દો. આ પેક લગાવ્યા બાદ હળવા હાથથી મસાજ કરો. ઓછામાં ઓછા અડધા કલાક સુધી આ પેક વાળમાં લગાવીને રહેવા દો અને ત્યારબાદ શેમ્પૂથી હેર વોશ કરી લો. 

5. ઑલિવ ઑઇલ અને ડુંગળીના રસનું હેર પેક 

ઑલિવ ઑઇલ વાળને શાઇની બનાવે છે અને ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરે છે. ઑલિવ ઓઇલમાં ડુંગળીના રસને મિક્સ કરવાથી તમારા વાળને જરૂરી પોષણ પ્રાપ્ત થાય છે. તેના માટે તમે એક બાઉલમાં 2 ચમચી ઑલિવ ઑઇલ અને 2 ચમચી ડુંગળીનો રસ મિક્સ કરી લો અને ત્યારબાદ વાળમાં સારી રીતે લગાવી દો. ઓછામાં ઓછા 2 કલાક સુધી તેને વાળમાં લગાવીને રહેવા દો અને તાજા પાણીથી હેર વૉશ કરી લો.

Tags :