ઘરના ગાર્ડનને બનાવો સ્માર્ટ, આઈડિયા માટે જુઓ pics

નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર 2019, રવિવાર
ગાર્ડન ઘરની એવી જગ્યા છે દરેકને બેસવાનું મન થાય છે. લીલાછમ ઝાડ અને છોડથી ઘેરાયેલા બગીચામાં બેસીને ચા પીવી, વાતો કરવી કે સમય પસાર કરવો તે અલગ જ અનુભવ કરાવે છે.
આ આનંદને વધારવા માટે જો બગીચાની સુંદર અલગ રીતે વધારવામાં આવે તો તેની રોનકમાં ચાર ચાંદ લાગી જશે. બગીચો તમારા ઘરને ફક્ત સુંદર દેખાવ જ નહીં પરંતુ શુદ્ધ વાતાવરણ પણ આપે છે. તો ચાલો આજે એક નજર કરીએ આધુનિક લુક ધરાવતા બગીચાની કેટલીક તસવીરો પર...

ગાર્ડનમાં સોફા એવા રાખવા કે જેનો રંગ બગીચાના છોડને કોન્ટ્રાસ લુક આપે. તેનાથી બગીચો વધારે રંગબેરંગી અને આકર્ષક દેખાશે.

સોફા સેટ ઉપર લાઈટ્સથી ડેકોરેશન પણ કરી શકાય છે.

વાઈટ કલરના કોન્સેપ્ટ થઈ પણ ગાર્ડનને યુનીક લુક આપી શકાય છે.

ડિનર પછી જો બગીચામાં સમય પસાર કરતા હોય તો ત્યાં બેસવા માટે સોફા અને લેંપ મુકી શકાય છે.

સોફા આસપાસ અને તેના ઉપરની છત પર રંગીન ફૂલથી ડેકોરેશન કરી શકાય છે. અહીં નાનકડું ડીનર ટેબલ પણ રાખી શકાય છે. અહીં તમે સાંજની ચાનો આનંદ માણી શકો છો.

પિંક કલરના સોફા ગાર્ડનને યૂનીક લુક આપશે.

