6 અઠવાડિયા સુધી ચહેરા પર રહેશે ચમક, ખાસ છે આ ફેશિયલ
નવી દિલ્હી, 20 ઓક્ટોબર 2019, રવિવાર
ચહેરા પર ખીલ, ડાઘ, ટેનિંગ જેવી સમસ્યાઓ અનેક મહિલાઓને થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે ઘરગથ્થુ ઉપચાર કે કોસ્મેટિક વસ્તુઓ ક્યારેક કામ કરતી નથી.
જો કે આ સમસ્યાને દૂર કરવા માટે મહિલાઓ પાર્લર પણ નિયમિત જાય છે અને ફેશિયલ કરાવે છે. પરંતુ આ સમસ્યાથી લાંબા સમય માટે છૂટકારો આપવા માટે તાજેતરમાં એક નવી ટ્રીટમેન્ટ ચલણમાં છે.
આ ટ્રીટમેન્ટ છે લેઝર ફેશિયલ. આ ટ્રીટમેન્ટ એકવાર કરાવ્યા બાદ તેની અસર 45થી 50 દિવસ સુધી રહે છે.
કેવી રીતે થાય છે આ ટ્રીટમેંટ
1. સૌથી પહેલા ચહેરાને નમકના પાણીથી સાફ કરવામાં આવે છે અને પછી તેના પર બરફના ટુકડા રાખવામાં આવે છે જેથી રોમછિદ્ર ખુલી જાય.
2. ત્યારબાદ ચહેરાની ત્વચાને સામાન્ય તાપમાન પર લાવવા માટે તેના પર જેલ લગાડવામાં આવે છે.
3. ત્યારબાદ હળવા શોટ્સ આપવામાં આવે છે. તેનાથી દુખાવો થતો નથી માત્ર કીડીના કરડવા જેટલો અનુભવ થાય છે.
4. ત્યારબાદ ફરીથી જેલ લગાડવામાં આવે છે અને અંતમાં ફરીથી બરફથી મસાજ કરવામાં આવે છે.
5. છેલ્લે ત્વચા પર સનસ્ક્રીન લોશન લગાવાય છે.
સાવધાની
આ ટ્રીટમેન્ટ કોઈપણ કરાવી શકે છે. પરંતુ ત્વચાનો રંગ વધારે શ્યામ હોય તો આ ટ્રીટમેન્ટથી ત્વચા દાજી જાય છે. જેમને સૂર્ય પ્રકાશની એલર્જી હોય કે કોઈ ઘા કે સંક્રમણ થયું હોય તેમની ત્વચા પર લાલ નિશાન થઈ શકે છે.
ધ્યાનમાં રાખો આ વાતો
15 મિનિટના આ લેસર ફેશિયલને ડર્મટોલોજિસ્ટ કે પ્લાસ્ટિક સર્જન પાસે જ કરાવવું. આ ફેશિયલ વધારે મોંઘુ નથી. આ ફેશિયલ કરાવ્યા બાદ ત્વચા સંવેદનશીલ થઈ જાય છે. તેથી ત્વચાના પ્રકાર વિશે પહેલા જ ડોક્ટર સાથે ચર્ચા કરી લેવી.
ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ થોડા કલાક કે 1,2 દિવસ ઘરમાં જ રહેવું. તડકામાં બહાર જવું નહીં. જરૂર જણાય તો ડોક્ટરની સલાહ અનુસાર એસપીએફ સનસ્ક્રીન લોશન કે ક્રીમ લગાવું.