દુનિયામાં સૌથી વધુ બોલાતો શબ્દ કયો? મજાકથી થઈ હતી તેની શરુઆત
Know Interesting Facts Related to OK: આજકાલ OK એક એવો શબ્દ છે જે હંમેશા લોકોની જીભ પર અને ચેટ બોક્સમાં રહે છે. આ શબ્દ વિના, ચેટ કદાચ અધૂરી રહે છે તેમ કહેવું પણ ખોટું નથી. આ બે અક્ષરોથી બનેલો શબ્દ OK જ્યારે આપણે સંમત થઈએ કે વાત પૂરી કરવી હોય ત્યારે વાપરતાં હોઈએ છીએ. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે મોટાભાગના લોકો OKનું પૂર્ણ સ્વરૂપ શું છે તે જાણતા નથી. આજે જાણીએ કે OKનો અર્થ શું છે?
જાણો OK શબ્દની શરુઆત ક્યારે થઈ?
OK એક ગ્રીક શબ્દ છે, જેનું પૂર્ણ સ્વરૂપ 'Olla Kalla' છે. અંગ્રેજીમાં તેનો અર્થ All correct થાય છે. OK શબ્દ અંદાજે 183 વર્ષ પહેલાં ઉદ્ભવ્યો હતો. આ શબ્દનો ઉપયોગ અમેરિકન પત્રકાર ચાર્લ્સ ગોર્ડન ગ્રીનના કાર્યાલયથી શરુ થયો હોવાનું કહેવાય છે. વર્ષ 1839માં, ચાર્લ્સ ગોર્ડન ગ્રીન શબ્દને બદલે સંક્ષિપ્ત શબ્દોનો ઉપયોગ કરતા હતા.
યુએસ પ્રમુખની ચૂંટણીમાં વપરાયો હતો શબ્દ
OKનો ઉપયોગ સૌપ્રથમ 'ઓલ કરેક્ટ'ના સંક્ષિપ્ત શબ્દ તરીકે થયો હતો. વર્ષ 1839માં અમેરિકન અખબારોમાં એક વિચિત્ર ટ્રેન્ડ ચાલતો હતો. તેઓ ઇરાદાપૂર્વક ખોટી જોડણી અને રમૂજી સંક્ષેપોનો ઉપયોગ કરતા હતા. જેમ આજે લોકો ચેટમાં 'brb' (બી રાઇટ બેક) અથવા' lol' લખે છે.
તે સમયે વ્યાકરણ પરનો વ્યંગાત્મક લેખ હતો અને 1839માં બોસ્ટન મોર્નિંગ પોસ્ટમાં પ્રકાશિત થયો હતો. તેમાં All correctના બદલે 'oll korrect' લખવામાં આવ્યું હતું. જે જાણીજોઈને મજાકના આશયથી ખોટું લખવામાં આવ્યું હતું.
સંક્ષિપ્ત અને ખોટી જોડણી લખવાનો યુગ
19મી સદીમાં અમેરિકન અખબારોમાં આ શૈલી સામાન્ય હતી. રમૂજી લેખોમાં, 'all correct' ને 'oll korrect' તરીકે લખવામાં આવતું હતું, જે 'ok.' બની ગયું. તે સમયના અખબારોમાં જગ્યાની સમસ્યા નહોતી, પરંતુ સંક્ષેપ ફેશનેબલ બન્યા.
આ પણ વાંચો: મહિલા માટે ખૂબ ફાયદાકારક છે 'ભદ્રાસન', એક-બે નહીં અનેક સમસ્યાઓ થશે છૂમંતર
અન્ય ઉદાહરણોમાં 'no go' ને 'know go' તરીકે અને 'no use' ને 'know yuse' તરીકે ઉચ્ચારવામાં આવતું હતું. તેવી જ રીતે, 'all right' નો ઉચ્ચાર 'oll wright' અથવા 'OW' તરીકે અને 'all correct' ને 'OK' તરીકે ઉચ્ચારવામાં આવતો હતો.
OK શબ્દ આખી દુનિયામાં કેવી રીતે પ્રખ્યાત થયો?
વર્ષ 1840માં અમેરિકન પ્રમુખની ચૂંટણી થઈ હતી. જેમાં ઉમેદવાર માર્ટિન વેન બ્યુરેનને તેમના વતન કિન્ડરહૂકના કારણે ઉપનામ મળ્યું હતું ઓલ્ડ કિન્ડરહૂક. આથી તેમના સમર્થકોએ તેમના ક્લબનું નામ - 'ઓકે ક્લબ' રાખ્યું, અને સૂત્ર બન્યું: 'વી આર ઓકે!' અહીંથી ઓકે શબ્દને રાજકીય લોકપ્રિયતા પણ મળી અને લોકો એવું માનવા લાગ્યા કે તેનો અર્થ ઓલ્ડ કિન્ડરહૂક થાય છે.