ડાંડિયા નાઈટને ફેશનેબલ બનાવવા ફોલો કરો જેનેલિયા ડિસૂઝા સ્ટાઈલ, જુઓ તસવીરો
નવી દિલ્હી, 4 ઓક્ટોબર 2019, શુક્રવાર
બોલીવુડની બબલી અભિનેત્રી જેનીલિયા ડિસુઝા આજે બોલિવૂડથી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય સ્ટાર્સમાંથી એક છે. જેનીલિયા તેના ફેન્સ સાથે તેના નવા ફેશનેબસ લુકની તસવીરો શેર કરતી હોય છે. તેને હજારો લોકો ફોલો કરે છે અને છોકરીઓ પણ તેના ડ્રેસિંગ સેન્સને અનુસરે છે. જેનલિયા ડિસુઝા દરેક પ્રકારના વસ્ત્રોમાં સુંદર લાગે છે. હાલ જ્યારે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે જેનીલિયાએ એથનિક લુકમાં ફોટોશૂટ કરાવ્યું છે. તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ નવરાત્રીમાં જો તમે પણ ગર્લ્સ ગેંગમાં ફેશનેબલ બનવા માંગતા હોય તો તમે જેનીલિયા ડિસોઝાના જબરદસ્ત ટ્રેડિશનલ લુકમાંથી ટીપ્સ લઈ શકો છો.
જો તમે સિંપલ લુકમાં સુંદર દેખાવા માંગતા હો, તો તમારે જેનીલિયાનો આ લુક ટ્રાય કરવો જ જોઇએ. આ લુકમાં તમે જોઈ શકો છો કે જેનીલિયાએ હેરસ્ટાઈલ પણ સિંપલ બનાવી છે. આ ફોટોશૂટમાં તેણે સિમ્પલ મેકઅપ જ કર્યો છે. તેના પિંક ફ્રોક ડ્રેસમાં ગોલ્ડન એમ્બ્રોઇડરી કરેલી છે.
બીજી તસવીરમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેણે બ્રાઉન અને ગ્રીન શૂટ પહેર્યું છે જેમાં તે ખૂબ સુંદર લાગે છે.
જેનીલિયાનો ત્રીજો ફોટો જોતાં એવું લાગે છે કે તે ખરેખર દાંડિયા માટે તૈયાર છે.
જો તમે દાંડિયા નાઇટ્સમાં અન્યથી થોડો અલગ લુક ટ્રાય કરવા ઈચ્છતા હોય તો તમને જેનીલિયાનો આ ઇન્ડો વેસ્ટર્ન લુક ગમશે.