ફળોનું સેવન ત્વચા માટે ફળદાયી
અમદાવાદમાં હવે ઠંડીનું પ્રમાણ ઝડપથી ઘટવા લાગ્યું છે. દિવસે ગરમીનો પારો ઊપર જવા લાગ્યો છે. ઉનાળાના સખત તડકામાં ત્વચાને ભારે હાનિ પહોંચે છે. આમ છતાં શિયાળામાં મુરઝાઈ ગયેલી ત્વચા ખિલી પણ ઉઠે છે. આવામાં ફળોનું સેવન ચામડીને વધુ નિખારે છે. ચાહે તમે ફળો ખાઓ કે પછી ફેશિયલ અને ફેસ વોશના સ્વરૃપે ત્વચા પર તેનો બાહ્ય ઉપયોગ કરો. અહીં આપણે ક્યાં ફળો કેવું કામ આપે છે તે જોઈશું.
બેરી : બેરીઝમાં પ્રચૂર માત્રામાં વિટામીન 'કે' અને 'સી' હોય છે. આ તત્વો શરીરમાં લોહ તત્વ શોષવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. બેરીઝમાં પુષ્કળ પ્રમાણમાં રેષા હોવાથી પાચનક્રિયા સુધરે છે.
પેર : પોટેશિયમ સમૃધ્ધ પેરમાં રહેલાં રેષા પાચન ક્રિયા સુધારે છે. તે ત્વચાને થતાં નુકસાનને ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.અને શરીરને ફાયદા કારક હોય છે,
સિટ્રસ : ખાટાં ફળો એન્ટિઓક્સિડન્ટથી છલોછલ હોય છે. આ ફળો ખાવાથી તાજગી અનુભવાય છે. ત્વચામાં ભીનાશ અને ચમક આવે છે. તેનાથી ચામડી પર પડેલાં ડાઘ-ધાબા દૂર થાય છે. સંતરાનો રસ પીવાથી ત્વચા પર કરચલી પડવાની પ્રક્રિયા ધીમી પડે છે.
મેલન : મેલનમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન 'સી' હોવાથી તે ત્વચાને સુંવાળી બનાવવામાં સહાયક બને છે. વળી તેમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી ત્વચાનો વર્ણ સુધરે છે.