FOLLOW US

'રબ ને બના દી જોડી' 3 ફુટના વરરાજા અને સાડા 3 ફુટની દુલ્હન, મંદિરમાં લીધા 7 ફેરા

Updated: Mar 11th, 2023


નવી દિલ્હી,તા. 11 માર્ચ 2023,શનિવાર  

કહેવાય છે કે, જોડી ઉપરથી બનીને આવે છે. તમે વડીલો પાસે કે ફિલ્મોમાં ઘણીવાર સાંભળ્યું હશે કે, જોડીઓ સ્વર્ગમાંથી બનીને આવે છે. આપણો જીવનસાથી આપણો જન્મ થયો તે પહેલા જ નક્કી થઈ જાય છે.          

દુનિયામાં તમે ફેમસ જોડીઓને જોઇ લો જાણે એકબીજા માટે જ બની હોય. પરંતુ આજે અમે જે વાત કરવાના છીએ તે અજિબોગરીબ કિસ્સો બિહારના સારણ જીલ્લામાં જોવા મળ્યો છે. જંયા 3 ફુટનો વરરાજો અને 3.5 ફુટની વહુના લગ્નના બંધનમાં બંધાયા. વર અને કન્યાએ મરહૌરાના ગઢદેવી મંદિરમાં સગાસબંધીઓ, મીત્રો અને પાડોશીઓની હાજરીમાં સાત ફેરા ફરીને એકબીજાને આખુ જીવન સાથ આપવાનું વચન આપ્યું છે. આ જોડી જોઇને લાગે કે,જે જાણે રબ ને બનાદી જોડી.

મળતી માહિતી મુજબ બિહારામાં આવેલા ચાંચૌરા જીલ્લાના રામકોલવા ગામના રહેવાસી 23 વર્ષીય શ્યામ કુમારની ઊંચાઈ માત્ર ત્રણ ફૂટ છે. જ્યારે મધૌરા અનુમંદર જીલ્લાના ભાવલપુરની ગામની રહેવાસી 20 વર્ષની રેણુની ઊંચાઈ પણ સાડા ત્રણ ફૂટ છે. બન્નેની ઊંચાઈ ઓછી હોવાને કારણે તેઓ લગ્ન પણ કરી શકતા ન હતા.


પરંતુ શૈલેશ સિંહ નામનો વ્યક્તિ બંન્નેના જીવનમાં દેવદૂત બનીને આવ્યો. જ્યારે તેને ખબર પડી કે, બંને પરિવારો પોતાના બાળકોની હાઇટના કારણે લગ્ન કરાવી શકતા નથી તેવા સંજોગોમાં તેણે પરિવારો વચ્ચે પરિસ્થિતીની જાણ કરીને રૂબરૂ કરાવ્યા.

જણાવી દઈએ કે બંનેના પરિવારોએ એકબીજાને મળ્યા બાદ સહમતી આપી હતી. ત્યારબાદ શુક્રવારે બંને પરિવારના સભ્યો અને મિત્રો અને સગાસબંધીની હાજરીમાં ગઢદેવી મંદિરમાં લગ્ન કર્યા હતા. આ લગ્નથી બંને પરિવાર ખૂબ જ ખુશ છે. શ્યામ કુમારે સાત ભાઈ-બહેનોમાંથી સૌથી મોટા છે. જ્યારે રેણુ છ ભાઈ-બહેનોમાંથી સૌથી નાની છે. હવે આ અનોખા લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Gujarat
News
News
News
Magazines