નેલ પોલિશ નખ માટે જ નહીં આ 5 જુગાડ કરવામાં પણ લાગશે કામ
નવી દિલ્હી, 18 નવેમ્બર 2019, સોમવાર
નેલ પોલિશ એવી વસ્તુ છે જે યુવતીઓના ડેલી રુટીનનો એક ભાગ હોય છે. દરેક યુવતી નેલ પોલિશનું પણ ખાસ કલેકશન રાખતી હોય છે. નેલ પોલિશ કરવામાં તો વધારે સમય લાગતો નથી પરંતુ તેને કર્યા બાદ ખાસ કાળજી રાખવી પડે છે.
નેલ પોલિશ નખની સુંદરતાને વધારે છે. જો કે આ નેલ પોલિશથી અન્ય કેટલાક કામ પણ કરી શકાય છે. જેના વિશે મોટા ભાગની યુવતીઓ જાણતી નથી. આજે તમને જણાવીએ કે નેલ પોલિશ અન્ય કઈ કઈ રીતે કામમાં લઈ શકાય છે.
જ્વેલરીથી એલર્જી હોય તો
જો કોઈ જ્વેલરી કાળી પડી ગઈ હોય કે તેને પહેરવાથી ત્વચા પર એલર્જી થવાની સમસ્યા હોય તો. જ્વેલરીના નીચેના ભાગ પર ટ્રાંસપરંટ નેલ પોલિશ લગાવો. જેનાથી જ્વેલરી પરસેવાના કારણે કાળી પણ નહીં પડે અને ત્વચાને સ્પર્શથી એલર્જી પણ નહીં થાય.
મેચિંગ જ્વેલરી
પાર્ટીમાં કે બહાર ફરવા જવાનું થાય અને તમારી પાસે ડ્રેસને અનુરુપ જ્વેલરી ન હોય તો ચિંતા કરવી નહીં. જ્વેલરી પર મેચિંગ નેલ પેઈંટ કરી દેવી. આ જ્વેલરી પહેરી તેનો ઉપયોગ કરી લેવો અને પછી નેલ પેઈંટને રીમૂવ કરી દેવી.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
હેંગરને બનાવો સુંદર
કપડા રાખવાના સાદા હેંગર જો ખરાબ થઈ જાય તો તેનાથી કપડા પણ ખરાબ થઈ જાય છે. આવા હૈંગર પર નેલ પેઈંટ કરી દેવી. તેનાથી હૈંગર સુંદર થઈ જશે અને કપડા પણ ખરાબ થશે નહીં.
તુટેલા બટનનો ઈલાજ
ડ્રેસના કે શર્ટના બટન તુટી જાય તો કપડાનો લુક ખરાબ થઈ જાય છે. આવા બટન પર ટ્રાંસપરન્ટ નેલ પેઈંટ કરી દેવી તેનાથી બટન તુટશે નહીં.
પેચને કરો ટાઈટ
ઘણીવાર એવું બને છે કે ટૂલ બોક્સ જેવી વસ્તુઓના પેચ ઢીલા થઈ જાય છે. આવી સ્થિતિમાં પેચને ટાઈટ રાખવા હોય તો તેના પર નેલ પોલિશ કરી દેવી. તેનાથી તે ક્યારેય ઢીલા થશે નહીં.