મૂળો ખાવાના આ 5 ફાયદા જાણી આજથી ખાવાની કરી દેશો શરૂઆત
અમદાવાદ, 19 ડિસેમ્બર 2018, બુધવાર
શિયાળામાં મૂળો દરેક ઘરમાં ખવાતો હોય છે. પરંતુ કેટલાક લોકોને મૂળાનો સ્વાદ ગમતો નથી અને તેથી તેઓ તેને ખાવાનું પસંદ કરતાં નથી. જો તમને પણ મૂળા ખાવા ન ગમતા હોય તો જાણી લો તેનાથી થતા ફાયદા વિશે. આ ફાયદા વિશે જાણી લેશો તો તમે પણ મૂળા ખાવાની શરૂઆત આજથી જ કરી દેશો.
પૌષ્ટિક તત્વોથી ભરપૂર મૂળા કિડની માટે લાભકારક હોય છે. મૂળા ખાવાથી શરીરના વિષૈલા પદાર્થ શરીરમાંથી બહાર નીકળી જાય છે. મૂળા નેચરલ ક્લીંઝર પણ ગણાય છે. મૂળા આંતરડાને પણ સ્વસ્થ રાખે છે. તેમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે તેથી તે કબજિયાત પણ દૂર કરે છે.
ભૂખ ન લાગતી હોય તેમણે પણ મૂળાનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત મૂળાના રસમાં આદુનો રસ ઉમેરીને જમ્યા પહેલા પી લેવું. ભૂખ ખુલશે અને તમે યોગ્ય પ્રમાણમાં ભોજન કરી શકશો. પેટ ભારે લાગે ત્યારે પણ મૂળાના રસમાં નમક ઉમેરીને પી જવો થોડી જ વારમાં પેટ હળવું થઈ જશે.
હાઈ બીપીના દર્દીઓ માટે મૂળો ખૂબ જ ફાયદાકારક હોય છે. એન્ટી હાઈપરટેંસિવ ગુણથી ભરપૂર મૂળા બીપીને કંટ્રોલ કરે છે. તેમાં પોટેશિયમ હોય છે જે શરીરમાં બ્લડ પ્રેશરનું પ્રમાણ જાળવી રાખે છે. કમળો થયો હોય તે દર્દીઓ માટે પણ મૂળો લાભકારી છે. આવા લોકોએ પોતાના ખોરાકમાં મૂળાનો સમાવેશ અચૂક કરવો. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે પણ મૂળો ફાયદાકારક છે.