દુનિયાનું પહેલું Nude રેસ્ટોરન્ટ થશે બંધ, કારણ જાણી લાગશે આંચકો
પેરિસ, 12 જાન્યુઆરી 2019, શનિવાર
દુનિયાનું બહુચર્ચિત અને પહેલું ન્યૂડ રેસ્ટોરન્ટ આગામી માસ એટલે કે ફેબ્રુઆરીમાં બંધ થઈ જશે. આ રેસ્ટોરન્ટ બંધ થવાનું કારણ જાણી સૌ કોઈ આશ્ચર્યમાં પડી જાય છે. જી હાં આ રેસ્ટોરન્ટ બંધ થવાનું કારણ ગ્રાહકોની અછત છે.
પેરિસમાં O'naturel નામથી વર્ષ 2016માં આ રેસ્ટોરન્ટ શરૂ થયું હતું. માઈક અને સ્ટીફેન નામના બે ભાઈઓએ આ રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું. આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને અનોખો અનુભવ મળશે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો. આ દાવો કરવાનું કારણ હતું કે અહીં આવનાર લોકોએ સંપૂર્ણપણે નિર્વસ્ત્ર થઈને ભોજન લેવું પડે છે. ન્યૂડિસ્ટ બીચ પર લોકો ગરમીના દિવસો દરમિયાન જ ફરવા આવે છે અને એટલા માટે જ આ રેસ્ટોરન્ટમાં ન્યૂડ થીમ રાખવામાં આવી હતી.
રેસ્ટોરન્ટમાં લોકર રૂમની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ રૂમમાં જઈ ગ્રાહકોએ કપડા અને મોબાઈલ લોકરમાં મુકી દેવાના હોય છે. આ રેસ્ટોરન્ટમાં કેમેરા રાખવા પર પ્રતિબંધ હતો. અહીં આવતા લોકોને માત્ર સ્લીપર પહેરવાની છૂટ હોય છે. આ રેસ્ટોરન્ટની મુલાકાત લઈ ચુકેલા લોકો આ અનુભવને યાદગાર માને છે. જ્યારે કેટલાક લોકોએ આ રેસ્ટોરન્ટની થીમ પર આપત્તિ વ્યક્ત કરી હતી. વર્ષ 2016થી આ રેસ્ટોરન્ટ ચાલી રહ્યું હતું પરંતુ હવે ગ્રાહકો ન હોવાના કારણે રેસ્ટોરન્ટને બંધ કરી દેવામાં આવશે.