ટ્રેડિશનલ શોપિંગ માટે બેસ્ટ છે ભારતના આ 5 માર્કેટ
નવી દિલ્હી, 25 એપ્રિલ 2019, ગુરુવાર
ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધ્યો તો છે પરંતુ તેમ છતા કેટલાક લોકો એવા છે જેમને માર્કેટમાં જઈ શોપિંગ કરવી ગમે છે. તેમાં પણ વાત જો હોય ટ્રેડિશનલ વસ્તુઓ ખરીદવાની તો તેના માટે તો જાતે માર્કેટમાં ફરવું અને ખરીદી કરવી તે બેસ્ટ અનુભવ બની જાય છે. ભારતમાં દરેક રાજ્ય આ પ્રકારની ખરીદી માટે ખાસ માર્કેટ ધરાવે છે. પરંતુ ભારતની 5 માર્કેટ એવી છે જે ખરીદી માટે વિશ્વસ્તરે પ્રખ્યાત છે.
જોહરી બજાર, જયપુર
રાજસ્થાન ફરવા જાઓ અને જયપુરની આ માર્કેટમાં ન ગયા તો તમારી રાજસ્થાનની યાત્રા અધુરી ગણાશે. આ માર્કેટમાં કીમતી પથ્થર, રત્નથી બનેલી જ્વેલરી મળશે. આ બજારમાં તમને આર્ટિફિશિયલ અને સાથે જ હાથે બનાવેલી જ્વેલરી પણ મળશે.
ઈમા માર્કેટ, મણિપુર
આ માર્કેટમાં 3500 જેટલી મહિલા દુકાનદાર જોવા મળશે. આ માર્કેટ મધર માર્કેટ તરીકે પણ ઓળખાય છે. અહીં પારંપરિક ખાણીપીણીથી લઈ સ્થાનિક હર્બ્સનો સ્વાદ પણ ચાખવા મળશે. અહીં ટ્રેડિશનલ કોસ્ય્યૂમ અને અન્ય પોષાક પણ મળશે.
લક્કડ બજાર, શિમલા
લક્કડ બજારમાં અનેક પ્રકારના લાકડા મળે છે. આ ઉપરાતં અહીં લાકડામાંથી બનેલી જ્વેલરી, રમકડાં અને રસોડામાં ઉપયોગી વસ્તુઓ પણ મળે છે. અહીં વિવિધ પ્રકારના હૈંડીક્રાફ્ટ્સ પણ મળશે.
ન્યૂ માર્કેટ, કલકત્તા
આ નાનકડી માર્કેટમાં તમને દુનિયાભરની વસ્તુઓ મળી જશે. આ માર્કેટને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવી છે. અહીં સાડી, ટ્રેડિશનલ વસ્તુઓ, ક્રોકરી, માર્બલ્સ જેવી વસ્તુઓ મળે છે.
લાડ બજાર, હૈદરાબાદ
લાડ બજાર જ્વેલરી માટે પ્રખ્યાત છે. અહીં બંગડીની ખરીદી કરવાનું લોકો પસંદ કરે છે. અહીં અંદાજે 100 જેટલી દુકાનો છે અહીં તમને ખરીદી માટે ઘણા વિકલ્પ મળશે.