પોલેન્ડની આ મહિલાને આંખમાં ટેટુ બનાવવાનો શોખ ભારે પડ્યો , આવ્યુ ગંભીર પરિણામ
અમદાવાદ, તા. 04 ફેબ્રુઆરી 2020, બુધવાર
ટેટૂ બનાવી અન્ય લોકોથી જરા હટકે દેખાવાનું મન કેટલાય લોકોને થતું હશે પણ ઘણી વખત તે ઘાતક પણ સાબિત થઈ શકે છે. પોલેન્ડમાં રહેતી અલેક્જેડ્રા સાદોવ્સ્કા એક ટેટૂ આર્ટિસ્ટ પાસે ગઈ અને કહ્યું કે, તે રેપ આર્ટિસ્ટ પોપેકના લૂકને કોપી કરવા માગે છે. જેને પોતાની આંખોને કાળી કરાવી છે. બાદમાં ટેટૂ આર્ટિસ્ટે તેની આંખમાં કાળી ડાઈ નાખી દીધી. તેનાથી તેની આંખો તો કાળી થઈ ગઈ પણ કેમિકલના કારણે તેને એક આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો.
આઈબોલ ટેટુને સ્કલેરલ ટેટુ પણ કહેવાય છે. જે શરીરના મોડિફિકેશનનું એક અંતિમ રૂપ છે. આ પ્રકારના ટેટુ કરવામાં શાહીને કોઈ પણ વ્યક્તિની આંખના સફેદ ભાગમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે.
ટેટુ આર્ટિસ્ટને ત્રણ વર્ષની સજા
25 વર્ષીય મોડલ સ્ક્લેરલે ટેટુ બનાવ્યા બાદ આંખોમાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી. જો કે, ટેટુ આર્ટિસ્ટે જણાવ્યું હતું કે, આ તકલીફ સામાન્ય હોય છે. દવા લેવાથી તેમા આરામ મળી જાય છે. જો કે, આર્ટિસ્ટને અજાણતા પણ મહિલાને નુકસાન પહોંચાડવા બદલ ત્રણ વર્ષની જેલ થઈ શકે છે.
આંખો માટે ઘાતક છે, શાહી
તપાસમાં જાણવા મળ્યું હતું કે, આંખોમાં નાખવામાં આવતી શાહી ઘણી ઘાતક સાબિત થાય છે. આ મહિલાએ આંખોની રોશની પાછી લાવવા માટે ત્રણ વખત સારવાર કરાવી પણ ડૉક્ટર્સનું કહેવું છે કે, તેમને આંખોની રોશની પાછી લાવવાની કોઈ જ આશા દેખાતી નથી કારણ કે શાહી આંખમાં ઊંડાણ સુધી પહોંચી ગઈ છે.