Get The App

નારિયેળ પાણી પીવાના ફાયદા: ખતરનાક બીમારીઓ સામે રક્ષણ, ત્વચા પણ કરશે ગ્લો

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
Coconut Water Benefits


Coconut Water Benefits: સવારે હેલ્ધી ડ્રીંકથી દિવસની શરૂઆત કરવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. દિવસભર એક્ટીવ અને ફિટ રહેવા માટે ડાયટમાં હેલ્ધી ડ્રીંકનો સમાવેશ કરવો મહત્ત્વપૂર્ણ છે. તેથી જો તમે તમારા દિવસની શરૂઆત ચા કે કોફીથી કરો છો, તો તેના બદલે તમે નારિયેળ પાણીથી કરી શકો છો. નારિયેળ પાણીમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. જે ડાયટમાં સામેલ કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો મળી શકે છે. નારિયેળ પાણીમાં ઘણા જરૂરી વિટામિન, ખનિજો અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે. એવામાં ખાલી પેટે નારિયેળ પાણી પીવાના કેટલાક ફાયદાઓ વિશે જાણીશું.

શરીરને હાઇડ્રેટ રાખે છે

નારિયેળ પાણી એક ઉત્તમ હાઇડ્રેટિંગ ડ્રીંક છે. તે શરીરને જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ પૂરા પાડે છે, ખાસ કરીને ગરમી દરમિયાન અથવા કસરત પછી. નારિયેળ પાણીમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે

નારિયેળ પાણીમાં કેલરી ઓછી હોય છે અને તેમાં ટ્રાન્સ ફેટ કે કોલેસ્ટ્રોલ હોતું નથી, જેના કારણે તે વજન ઘટાડવા માટે એક પરફેક્ટ ડ્રીંક છે. તે નેચરલ એનર્જી બૂસ્ટર તરીકે પણ કામ કરે છે, તેમજ ભૂખ ઓછી કરે છે અને અનિયમિત ખાવાની આદતોને રોકવામાં મદદ કરી શકે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

નારિયેળ પાણીમાં એન્ટિવાયરલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ શરીરને ચેપ અને રોગોથી બચાવવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે

નારિયેળ પાણીમાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.

ત્વચાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

નારિયેળ પાણીમાં એન્ટીઑકિસડન્ટ હોય છે, જે ત્વચાને ફ્રી રેડિકલથી બચાવવામાં મદદ કરે છે. તે ત્વચાને હાઇડ્રેટેડ અને ચમકદાર પણ રાખે છે.

આ પણ વાંચો: મહિલા માટે ખૂબ ફાયદાકારક છે 'ભદ્રાસન', એક-બે નહીં અનેક સમસ્યાઓ થશે છૂમંતર

એનર્જી વધારે છે

નારિયેળ પાણીમાં નેચરલ સુગર હોય છે, જે શરીરને એનર્જી આપે છે. તે થાક અને નબળાઈ દૂર કરવામાં મદદરૂપ થાય છે.

માથાના દુખાવામાં રાહત

નારિયેળ પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન માથાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરી શકે છે, ખાસ કરીને ડિહાઇડ્રેશનને કારણે થતા માથાના દુખાવામાં.

નાળિયેર પાણી કોણે ન પીવું જોઈએ?

જે લોકોને કિડની સંબંધિત બીમારી હોય, ડાયાબિટીસના દર્દીઓએ, વૃદ્ધ લોકોએ, એલર્જીની સમસ્યાઓ તેમણે, હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ હોય તેવા લોકોએ કે પછી શરીરમાં પોટેશિયમ વધવાની અસર હોય તેવા લોકો એ નારિયેળ પાણી પીવાનું શરુ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. 

Disclaimer: આપેલી માહિતી, સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય જાણકારી માટે છે અને તેને તબીબી સલાહ ન સમજતા, જો તમને કોઈ પ્રશ્નો કે ચિંતાઓ હોય તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

નારિયેળ પાણી પીવાના ફાયદા: ખતરનાક બીમારીઓ સામે રક્ષણ, ત્વચા પણ કરશે ગ્લો 2 - image

Tags :