જો જો કેળાની છાલને કચરામાં ફેંકતા પહેલા એકવાર આ વાંચી લે જો

કેળાની છાલ હોય છે વિટામિન્સ યુક્ત

Updated: Dec 24th, 2022શું તમે પણ કેળાની છાલને કચરામાં  ફેંકી દો છો?? જો  એમ કરતા હોય તો એક વાર આ આર્ટીકલ વાંચી લેજો. કેળાની છાલમાંથી ખુબ જ સરળ રીતે ફેસ પેક બનાવી શકાય છે. કેળાની છાલનો  ઉપયોગ અને તેના થતા ફાયદા વિશે જાણો આ આર્ટીકલમાં.

કેળાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેનાથી શરીરને ફાયદો થાય છે તે તો આપ સૌ જાણો જ છો પણ  કેળાનો ઉપયોગ ખાવા ઉપરાંત સ્કીન અને હેઅર કેરમાં પણ થાય છે તો સાથે-સાથે તેની છાલનું પણ એટલું જ મહત્ત્વ છે. કેળાની છાલ તમારી ત્વચાને પ્રોટેક્ટ કરે છે. તેમાં એન્ટી ઓક્સીડ્ન્ટ તત્ત્વોનું પ્રમાણ હોય છે જે સ્કીનનું રક્ષણ કરે છે. તે ઉપરાંત તેમાં ફેટી એસીડ હોય છે જે ચહેરા પરથી ડાર્કનેસ દુર કરવામાં મદદરૂપ થાય છે. ડાર્ક સર્કલ- આંખોની આસપાસ થતા કાળા કુંડાળાને દુર કરવામાં માટે કેળાની છાલ કારગર નીવડે છે. કેળાની છાલનો ઉપયોગ ઘણી બધી રીતે સ્કીન પર કરી શકાય છે તે સ્કીનને પોષણ પૂરું પાડે છે અને ત્વચાને નિખારે છે. 

જો તમે કોઈ વધારે ઝંઝટમાં નથી પાડવા માંગતા તો કેળાની છાલનો સીધો ઉપયોગ પણ કરી શકાય છે. કેળાની છાલને ફેંકી દેવાને બદલે તેણે સાચવી રાખો.  સૌથી પહેલા ચહેરાને ધોઈને કોરો કરી લો, ત્યારબાદ કેળાની છાલના અંદરના ભાગને ચહેરા પર હલકા હાથે ઘસો, 10  મિનીટ સુધી છાલને ચહેરા પર સરખી રીતે ઘસીને તેને 10-12 મિનીટ સુધી રહેવા દઈને સાદા પાણીથી મોઢું સાફ કરી લો. 

અઠવાડિયામાં એકવાર સ્ક્રબ કરવું પણ જરૂરી છે તેનાથી સ્કીન પરના ડેડ સેલ્સ દુર થાય છે અને ચેહરો સાફ દેખાય છે. અન માટે કેળાની છાલનો ઉપયોગ કરીને તમે સ્ક્રબ બનાવી શકો છો. તેના માટે એક વાટકીમાં કેળાની છાલના નાના ટુકડા કરી લો, તેમાં અડધી ચમચી હળદર અને ખાંડ મિક્સ કરી લો, જો તમારી સ્કીન વધારે પડતી ડ્રાય છે તો તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો. આ સ્ક્રબથી હલક હાથે 5 મિનીટ સુધી ચહેરા પર મસાજ કરી લો અને પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો. 

કેળાની છાલમાંથી ફેસ પેક બનાવવા માટે છાલના નાના ટુકડાં કરી લો, તેમાં દહીં, મધ ઉમેરીને તેણે મિક્સરમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને 15-20 સુધી રહેવા દો, તે સુકાઈ જાય એટલે ચહેરાને ધોઈ લો. 

કેળાની છાલમાં વિટામીન B6, વિટામીન B12, ઝીંક અને બીજા એન્ટી ઓક્સીડ્ન્ટ હોય છે જે સ્કીન માટે ગુણકારી છે, તો હવે તમે પણ કેળાની છાલને ફેંકી દેવાની બદલે તેનો આમાંથી એક પ્રયોગ એકવાર કરી જો જો.  

    Sports

    RECENT NEWS