શું અમેરિકાની 71 વર્ષની આ ડિઝાઇનર મહિલા 25 વર્ષની લાગે છે ?
હ્નદયની ઘડકનોમાં જીંદગીનો નશો હોવો જરુરી છે- વાંગ
મોડલિંગમાં ફિટનેસનું મહત્વ સમજાવતું જીવતું જાગતું ઉદાહરણ
ન્યૂયોર્ક, 19,મે, 2020, મંગળવાર
ઉંમર હંમેશા તેનું કામ કરે છે આથી ગમે તેટલા ચૂસ્ત અને ફિટ રહેવાના પ્રયત્ન છતાં તે છુપાવી શકાતી નથી પરંતુ 71 વર્ષની ડિઝાઇનર વેરા વાંગે આ વાત ખોટી સાબીત કરી છે મૂળ ચીનની આ મહિલા હાલમાં ન્યૂયોર્ક શહેરમાં રહે છે. વેરા વાંગની ઉંમરે સાત દાયકા વિતાવ્યા છે પરંતુ જોનારા હંમેશા ભૂલ કરી બેસે છે.તે મોડલિંગ કેરિયર પર ધ્યાન આપી રહેલા લોકોને ફિટનેસનું મહત્વ સમજાવતું જીવતું જાગતું ઉદાહરણ છે. વાંગને આજે પણ જેટલા જુએ છે તે 25 થી 30 વર્ષની હોવાનું માને છે. તે લેટેસ્ટ ફેશનના કપડા ખૂબજ આત્મ વિશ્વાસથી પહેરે છે અને સ્ટાઇલિશ તેમજ સટિક દેખા છે.
વાંગ માને છે કે ઉંમર કોઇ પણ હોય પરંતુ હ્નદયની ઘડકનોમાં નશો જીંદગીનો હોવો જરુરી છે. વેરા વાંગ નો જન્મ ઇસ 1949માં અમેરિકાના ન્યૂયોર્કમાં થયો હતો. તેના માતા પિતા 1940માં ચીનથી અમેરિકા આવીને વસ્યા હતા. વાંગ નાનપણથી જ મોડલિંગમાં રસ હતો. તે અમેરિકાની મશહૂર ફેશન કંપની સાથે જોડાયેલી રહી હતી.40 વર્ષની થઇ ત્યારે જોબ છોડીને સ્વતંત્ર રીતે બ્રાઇડલ વિયર ડિઝાઇન સાથે સંકળાયેલી છે. વાંગ યૂનિવર્સિટી ઓફ પેરિસની કોલેજમાં આર્ટ ઓફ હિસ્ટ્રી વિષયમાં ગ્રેજયુએટ થઇ હતી, વાંગે અમેરિકામાં અનેક ફિગર સ્કેટિંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. 1968માં તેની ઇચ્છા યૂ એસ ઓલમ્પિકની ટીમમાં ભાગ લેવાની હતી પરંતુ તેમાં નિષ્ફળતા મળતા ફેશન ફિલ્ડમાં આવવાનું નકકી કર્યુ હતું. વાંગને બાળકો નથી તેને બે દિકરીઓ દત્તક લીધી છે. મોડેલિંગના શરુઆતના વર્ષોમાં ફિટનેસ માટે યુવાનો ધ્યાન આપતા હોય છે પરંતુ પછી ભૂલી જાય છે પરંતુ વાંગ હંમેશા સદાબહાર રહી છે.