દારુ પીતા દર્દીનો જીવ બચાવવા ડોક્ટરએ ઈન્જેક્ટ કરી 5 લીટર બીયર !
વિયેતનામ, 23 જાન્યુઆરી 2019, બુધવાર
વિયેતનામમાં દર્દીની સારવાર કરવાનો એક વિચિત્ર કિસ્સો બન્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિને જ્યારે આલ્કોહોલ પ્વોઈઝનિંગ થઈ હતી. આ તકલીફની સારવાર માટે ડોક્ટરએ દર્દીને 15 કેન બીયરના ચઢાવ્યા. આ દર્દીનું નામ ગુયેન વન નાત છે. એક રીપોર્ટ અનુસાર 48 વર્ષીય નાતનું મિથેનોલ લેવલ નોર્મલથી 1,119 ગણુ વધારે હતું. મેથનોલના લિવર પ્રોસેસિંગને ઘટાડવા માટે ડોક્ટરોની ટીમએ સૌથી પહેલા દર્દીના શરીરમાં 1 લીટર બીયર પહોંચાડી. ત્યારબાદ દર કલાકે એક કેન બીયરનું તેને આપવામાં આવ્યું. આવી રીતે તેને કુલ 15 કેન બીયરના પીવડાવવામાં આવ્યા. આટલી બીયર પીધા બાદ દર્દી ભાનમાં આવ્યો.
ડોક્ટરોના જણાવ્યાનુસાર આલ્કોહોલ મિથેનોલ અને ઈથેનોલ બે પ્રકારના હોય છે. જો કોઈ વ્યક્તિ સતત દારુ પીતો હોય અને અચાનક તેને પીવાનું બંધ કરી દે તો તેના પેટના માધ્યમથી લોહીમાં આલ્કોહોલ પહોંચતું રહે છે. તેથી આલ્કોહોલનું લેવલ વધી જાય છે. જ્યારે સિસ્ટમમાં મેથેનોલ ઓક્સીડાઈઝ્ડ થઈ અને ફોર્મલાડેહાઈડ થાય છે અને શરીરમાં વધારે એસિડ બને છે ત્યારે તે બેભાન થઈ જાય છે જેમ કે દર્દી નાત થયો.
ડોક્ટરએ આ સારવાર અંગે સ્પષ્ટતા કરી હતી કે આ પ્રકારની સારવાર ક્યારેક જ કરવામાં આવે છે પરંતુ તે એક પદ્ધતિસરની સારવાર છે. આ સારવાર આપ્યા બાદ નાતનું સ્વાસ્થ્ય સુધર્યુ અને તેને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો.