નવા વર્ષમાં repeat ન કરતાં આ ભુલ, 5 tips ફોલો કરી રહો હેલ્ધી
દિલ્હી, 6 જાન્યુઆરી 2019, રવિવાર
વર્ષ 2019ની શરૂઆત થઈ ચુકી છે. નવા વર્ષની ઉજવણી કર્યા બાદ લોકો નવા વર્ષમાં ફોલો કરવાના કેટલાક નિયમો પણ બનાવે છે. નવા વર્ષનું સ્વાગત ઉત્સાહભેર અને નવા રીઝોલ્યુશન સાથે કરનાર લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર જ રહે છે. લોકો અન્ય વસ્તુઓ અને ભાગદોડ ભરેલી જીવનશૈલીમાં વ્યસ્ત એટલા થઈ જાય છે કે તે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતાં નથી. નવા વર્ષના નિયમો પણ લોકો બનાવે છે પરંતુ તેમાં હેલ્થ સાથે સંકળાયેલા નિયમો હોતા નથી. જો તમે પણ આવું જ કર્યું હોય તો હજી પણ સમય છે. તમે તમારા સ્વાસ્થ્ય માટે રીઝોલ્યુશન લઈ શકો છો. પરંતુ આ સંકલ્પ તમે લો તે પહેલા એ જાણી લો કે કઈ કઈ ભુલોનું પુનરાવર્તન આ નવા વર્ષમાં કરવું ન જોઈએ.
જીમમાં જવાનું આળસ ન કરો
ગત વર્ષમાં આળસ કરવાની ભુલ કરી હોય તો આ વર્ષ ન કરતાં. નવા વર્ષની શરૂઆતથી જ જીમ કે યોગા ક્લાસ જવાની આદત કેળવો. ઘણા લોકો જીમમાં નામ તો નોંધાવે છે પરંતુ ત્યાં જઈ મહેનત કરવાનું આળસ આવી જાય છે. લોકો 10થી વધારે દિવસો માટે જીમ જતા નથી. પરંતુ આમ ન કરવું કોઈપણ કાર્ય કરો તો તેને અધુરું ન છોડો.
પૂરતાં પ્રમાણમાં પાણી પીવું
મોટાભાગના લોકો દિવસ દરમિયાન પુરતાં પ્રમાણમાં પાણી પીતા નથી. પાણી ન પીવા પાછળ લોકો અલગ અલગ કારણ જણાવે છે. પરંતુ ઓછું પાણી પીવાથી થતા નુકસાન વિશે તે જાણતા નથી હોતા. જો શરીરમાં પૂરતાં પ્રમાણમાં પાણી ન જાય તો અનેક પ્રકારની તકલીફો થાય છે.
સપ્તાહમાં એકવાર મનપસંદ વસ્તુઓ ખાવી
કેટલાક લોકો ડાયટ પર ધ્યાન તો આપે છે પરંતુ થોડા દિવસોમાં એકવાર મનપસંદ વસ્તુઓ પેટભરીને ખાઈ લેતાં હોય છે. આમ પણ ન કરવું જ્યારે તમે ડાયટ પ્લાન ફોલો કરતાં હોય ત્યારે વધારે કેલેરીવાળો ખોરાક ખાવો જોઈએ નહીં.
ત્વચા પ્રત્યે બેદરકારી
ત્વચા આપણા શરીરનો મહત્વનો ભાગ હોય છે. આપણા શરીરમાં થતી ગંભીર સમસ્યાઓની અસર ત્વચા પર પડે છે. એટલા માટે તેના પ્રત્યે બેદરકાર રહેવું નહીં. આ વાત વાળ પર પણ લાગૂ થાય છે. વાળ પણ સ્વસ્થ છે કે નહીં તે ખાસ ધ્યાનમાં રાખવું.
દારુ પીવાની ફેશન
આજકાલ દારુ જેવા પદાર્થો વ્યસન નહીં ફેશન બની ગયા છે અને આ ફેશન પાછળ યુવતીઓ પણ પાગલ હોય છે. નવા વર્ષની ઉજવણી ઉપરાંત છાશવારે યુવાધન દારુની મહેફિલ માણવા લાગે છે. પરંતુ આમ કરવું ન જોઈએ. આ પ્રકારના કેફી દ્રવ્યો સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય છે.