વરસાદના વાતાવરણમાં ઘરે જ કરો આ સરળ વ્યાયામ, શરીર રહેશે સ્ફુર્તિવાન
નવી દિલ્હી, 20 જૂન 2019, ગુરુવાર
વરસાદનું વાતાવરણ ગમે તો ખરું પરંતુ આ ઋતુમાં શરીરમાં સુસ્તી વધી જાય છે. વર્ષાઋતુમાં બીમારી પણ વારંવાર થઈ જાય છે. જો કે ચોમાસામાં વ્યાયામ કરવાનું પણ આળસ થઈ જાય છે. પરંતુ ચોમાસામાં વ્યાયામ કરવા માટે ઘરમાંથી બહાર જવું પણ ન પડે અને શરીર સ્ફુર્તિવાન રહે તે માટે આ કસરત કરી શકાય છે.
દોરડું કુદવું
ઘરમાં ધીરેધીરે 1 મિનિટ દોરડા કુદવાથી શરીરમાંથી 10થી 16 કેલેરી બળી જાય છે. તેનાથી પગ હળવા લાગશે, દોરડા કુદવાની કસરત હાથ, પગ અને શરીરના અન્ય અવયવ માટે પણ લાભકારી છે.
પ્લાયોમિટ્રિક વ્યાયામ
આ કસરતથી શરીરના સ્નાયૂ મજબૂત થાય છે. આ કસરતમાં જંપ સ્ક્વૈટ્સ, ક્લૈપ પુશ અપ્સ, હાઈ સ્પીડ સિટ અપ્સ કરી શકાય છે. પરંતુ એકવારમાં વધારે કસરત કરવી નહીં. આ ઉપરાંત કોર પ્રશિક્ષણ કરી શકો છો. તેનાથી પીઠના નીચેના ભાગમાં જો દુખાવો હોય તો તે દૂર થઈ જાય છે.
સંતુલન અભ્યાસ
પાર્કમાં ન જઈ શકો તો ઘરે શરીરને સંતુલિત કરવાની કસરત કરી શકો છો. જેમકે આંખ બંધ કરી આગળ પાછળ ચાલવું તેવું કામ કરવું. એક પગ પર ઊભા રહીને અથવા તો વૃક્ષાસન કરીને સંતુલન કસરત કરવી.
સ્થિર ખિંચાવ
સ્ટ્રેચિંગ કરવાથી શરીરના સ્નાયૂ મજબૂત થશે અને શરીરની સુસ્તી પણ દૂર થશે. 30 સેકન્ડ માટે સ્ટ્રેચિંગ કરી શકો છો. સ્ટ્રેચિંગની કસરત સાથળ, કૂલ્હા, છાતી, બાયસેપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી કરવી.