દીવાળીમાં ઓનલાઈન શોપિંગ કરતા પહેલા થઇ જજો સાવધાન


નવી દિલ્હી,તા. 22 ઓક્ટોબર 2022, શનિવાર 

તહેવારોની સિઝન ચાલી રહી છે, ત્યારે ડિસ્કાઉન્ટ કોને પસંદ ના હોય. ખાસ કરીને દિવાળી ઉપર અવનવી વસ્તુઓમાં મળતા ડિસ્કાઉન્ટથી તો ભલભલા અંજાય જાય છે. ધ્યાન રાખજો જો તમે પણ તહેવારમાં ઓનલાઈન શોપિંગ કરતા હોવ તો એક વાર થોભી જજો. કારણ કે, એક ક્લિક તમારું બેંક એકાઉન્ટ સાફ કરી શકે છે.

તાજેતરમાં કરવામાં આવેલા નોર્ટનના એક સર્વેના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સાયબર અપરાધીઓ તહેવાર દરમિયાન ઈલેક્ટ્રોનિક્સ, જ્વેલરી, કપડાં અને અન્ય ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટનો દાવો કરી રહ્યા છે અને ઈ-શોપના રૂપમાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓને આકર્ષિત કરી રહ્યા છે.


આવા ફ્રોડ કરવા માટે એક લોકપ્રિય હોય તેવી જ બીજી વેબસાઈટ બનાવે છે આ વેબસાઇટ ફેક હોય છે. ગ્રાહક આ વેબસાઇટમાંથી શોપિંગ કરે કે તરત જ તેના પૈસા કપાય જાય અને વસ્તુ મળે નહીં તેમજ જે તે બેંક ડિટેલના આધારે તેમાંથી પૈસા લઈ લેવામાં આવે છે.

આથી ગ્રાહકોએ સાવચેત રહીને ધ્યાન પુર્વક શોપિંગ કરવાની સલાહ આપવામાં આવે છે તેમજ જો કોઈપણ મેસેજ કે લિન્કને ક્લિક કરવાની મનાઈ કરવામાં આવે છે.

City News

Sports

RECENT NEWS