ફેસ્ટિવલ માટે ડિફરન્ટ મટીરિઅલ
Desigher Blouse .
પાર્ટીમાં કેપ્રી પર બ્રોકેડ મટીરિયલનું બેકલેસ ડિઝાઈનનું શોેર્ટ લેન્ગ્થનું બ્લાઉઝ પહેરતાં ટ્રેન્ડી લુક આપે છે
આજકાલ વેલ્વેટ, બ્રોકેડ વગેરે મટિરિયલમાં તૈયાર કરવામાં આવેલાં બ્લાઉઝની ડિમાન્ડ વધુ જોવા મળે છે. બ્રોકેડના બ્લાઉઝ પર લહેરિયું કે બાંધણીની સાડી પહેરતાં સ્ટાઈલીશ લુક આપે છે. ક્રોસિયાના બ્લાઉઝ પણ લોકોની પસંદગી બની રહ્યાં છે.
રેડીમેડ
હવે તો લોકો રેડીમેડ ડિઝાઈનર બ્લાઉઝની પસંદગી વધુ કરતાં થયા છે, જેમાં ૩૬ અને ૩૮ સાઈઝન કોમન છે.
ઈન્ડો- વેસ્ટર્ન વેઅર
આ ડિઝાઈનર બ્લાઉઝનો ઉપયોગ સાડી સિવાય હેરમ પેન્ટ, ડંગરી, કેપ્રી વગેરે પર પહેરવા માટે થાય છે. પાર્ટીમાં કેપ્રી પર બ્રોકેડ મટીરિયલનું બેકલેસ ડિઝાઈનનું શોેર્ટ લેન્ગ્થનું બ્લાઉઝ પહેરતાં ટ્રેન્ડી લુક આપે છે.
કલર
બ્રોકેડના બ્લાઉઝમાં પર્પલ, રેડ, મરૂન વગેરે કલરની ફેશન વધુ જોવા મળે છે. હવે તો મલ્ટિકલરના બ્રોકેડના બ્લાઉઝ પણ લોકો પસંદ કરી રહ્યા છે. ઉપરાંત વેલ્વેટ અને ક્રોેસિયામાં કોન્ટ્રાસ અથવા મેચિંગ કલરનાં બ્લાઉઝ તૈયાર કરાવવાનું લોકોને વધુ ગમે છે.
વર્ક અને કિંમત
ડિઝાઈનર બ્લાઉઝમાં પીતા અને મિરરવર્ક વધુ ચાલે છે. ડિઝાઈનર બ્લાઉઝ ૧૨૦૦ રૂપિયાથી લઈને ૨૫૦૦ કે એથી વધુ કિંમતમાં તૈયાર થતાં હોય છે. આની માર્કેટમાં ખાશ ડિમાન્ડ પણ જોવા મળે છે.
પેટર્ન
બ્લાઉઝના બેકલેસ, આગળપાછળ પાન શેપ, પંચકોણ હાઈ બૅક વિથ શોર્ટ સ્લીવ્સ, બ્રોડ વી નેક વગેરે ડિઝાઈનનું વધુ ચાલે છે.