ગણતરીની મિનિટોમાં આવી જશે ઊંડી ઊંઘ: અનિંદ્રા પરેશાન લોકો માટે ખાસ છે આ ત્રણ યોગાસન

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
ગણતરીની મિનિટોમાં આવી જશે ઊંડી ઊંઘ: અનિંદ્રા પરેશાન લોકો માટે ખાસ છે આ ત્રણ યોગાસન 1 - image


Image:Freepik

નવી મુંબઇ,તા. 23 માર્ચ 2024, શનિવાર 

ઊંઘની કમી સ્વાસ્થ્ય (Health) માટે બિલકુલ સારી નથી. આજકાલ ઘણા લોકો ઊંઘ (Sleep) ન આવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પહેલાના જમાનામાં લોકોને અમુક વર્ષની ઉંમર બાદ જ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હતો.  હાલ કેટલાક લોકો ઊંઘની ગોળીઓ પણ લે છે. પરંતુ આ દવાઓની ઘણી આડઅસરો પણ છે. આવી સ્થિતિમાં સારી ઊંઘ માટે તમે યોગની મદદ લઈ શકો છો.

આજના સમયમાં તણાવ, મનમાં ચાલી રહેલી નકારાત્મકતા, ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ, ખરાબ આહાર અને અનિયમિત જીવનશૈલીના કારણે યુવાનો અને બાળકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે

સારી અને ગાઢ ઊંઘ મેળવવા માટે, તમે રાત્રે સૂતા પહેલા યોગના કેટલાક આસનો કરી શકો છો. આવો, જાણીએ આ યોગાસનો વિશે.

બાલાસન

ગણતરીની મિનિટોમાં આવી જશે ઊંડી ઊંઘ: અનિંદ્રા પરેશાન લોકો માટે ખાસ છે આ ત્રણ યોગાસન 2 - image

  • આ યોગ આસન કરવા માટે સૌપ્રથમ યોગા મૈટ પર ઘૂંટણ પર બેસી જાઓ.
  • હવે શ્વાસ લેતી વખતે, તમારા હાથ આગળ લંબાવો અને તમારા માથાને તમારી જાંઘો વચ્ચે વાળો.
  • આ કરતી વખતે તમારા ખભા તમારા હિપ્સ પર હોવા જોઈએ.
  • હવે તમારા માથાથી જમીનને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો અને તમારા હાથને જમીન પર આરામ કરો. તમે આ પ્રક્રિયા 3-5 વખત કરી શકો છો.

ઉત્તાનાસન

ગણતરીની મિનિટોમાં આવી જશે ઊંડી ઊંઘ: અનિંદ્રા પરેશાન લોકો માટે ખાસ છે આ ત્રણ યોગાસન 3 - image

  • આ આસન કરવા માટે યૌગ મેટ પર સીધા ઉભા રહો.
  • તમારા બે પગ વચ્ચે લગભગ એક ફૂટનું અંતર રાખો.
  • હવે લાંબો ઊંડો શ્વાસ લો અને તમારા હાથને માથાની ઉપર તરફ લઇ જાઓ.
  • શ્વાસ બહાર કાઢતી વખતે હાથને નીચેની તરફ લાવો.
  • હવે તમારા હાથ વડે તમારા પગના અંગૂઠાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.
  • આ દરમિયાન તમારા પગ ઘૂંટણથી વાળવા ન જોઈએ.
  • થોડો સમય આ સ્થિતિમાં રહ્યા પછી ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં આવો.
  • તમે આ પ્રક્રિયાને 3-5 વખત કરી શકો છો. 

શવાસન

ગણતરીની મિનિટોમાં આવી જશે ઊંડી ઊંઘ: અનિંદ્રા પરેશાન લોકો માટે ખાસ છે આ ત્રણ યોગાસન 4 - image

  • આ આસન કરવા માટે યોગા મૈટ પર પીઠ પર સૂઈ જાઓ.
  • તમારા બે પગ વચ્ચે થોડું અંતર રાખો.
  • હવે તમારા બંને હાથને શરીરની સમાંતર રાખો.
  • હવે ઊંડો શ્વાસ લો અને બહાર કાઢો.
  • થોડા સમય પછી, પ્રારંભિક સ્થિતિમાં પાછા આવો.

Google NewsGoogle News